રાજપીપળા મેડિકલના વિદ્યાર્થી રાહુલ પુનિયાનું મોત
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના કુકરદા ધોધ પર ફરવા ગયેલા રાજપીપળા મેડિકલ કોલેજના વિદ્યાર્થી રાહુલ પુનિયાનું ધોધના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. માહિતી અનુસાર, જયપુરના રહેવાસી રાહુલને સાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત મુજબ, રાજપીપળા મેડિકલ કોલેજના 6-7 વિદ્યાર્થીઓનો ગ્રુપ નસવાડીના કુકરદા ગામે આવેલા કુદરતી ધોધ પર ફરવા ગયો હતો. તે દરમિયાન જયપુરના વતની રાહુલ પુનિયા ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને ડૂબી ગયા. સાથી અને ગામવાસીઓની પ્રયાસોથી તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.
108 ટીમની કામગીરી અને મૃતદેહ ખસેડવાની પ્રક્રિયા ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી ટીમ રવાના કરી હતી. કુકરદા ધોધ તરફનું માર્ગ દુર્ગમ હોવાને કારણે 108 ટીમે આશરે 2 કિલોમીટર પગપાળા ચાલી ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિકોની સહાયથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નસવાડી સી.એચ.સી. તરફ ખસેડવામાં આવ્યો.
રાજસ્થાનથી ગુજરાતમાં તબીબી અભ્યાસ માટે આવેલા યુવકના અચાનક મૃત્યુથી પરિવારજનો અને સહઅભ્યાસીઓમાં શોક વ્યાપી ગયો છે. પોલીસ ઘટનાનો વધુ તપાસ ચાલી રહી છે.