રાહુ-કેતુનું મહાગોચર
ડિસેમ્બર 2026માં રાહુ અને કેતુ ફરી એકવાર રાશિ પરિવર્તન કરશે. પંચાંગ અનુસાર, 5 ડિસેમ્બર 2026ના રોજ સાંજે 7.28 વાગ્યે રાહુ કુંભ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહ રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં ગોચર કરશે. આ મહાગોચર લગભગ 18 મહિના સુધી રહેશે અને તેની અસર લગભગ 24 જૂન 2028 સુધી જોવા મળશે.
જાતકો પર પડતી અસર
જ્યોતિષના અનુસંધાન પ્રમાણે આ ગોચર મેષ અને વૃષભ સહિત સમગ્ર 12 રાશિઓના જીવન પર અસર કરશે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિ વૈદિક જ્યોતિષમાં રાહુ અને કેતુને છાયાના ગ્રહો માનવામાં આવે છે અને તેમની ચાલ વ્યક્તિના જીવન પર ઊંડા પ્રભાવ પાથરે છે.
મેષ
કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ નવી તકો ઉભી થશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તકો મળી શકે છે અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો નવી યોજનાઓ પર કામ કરવાની તક મેળવી શકે છે.
વૃષભ
આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અટકેલા કામ પૂરાં થવાની સંભાવના છે અને ધન સંબંધિત બાબતોમાં રાહત મળી શકે છે; આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે માનસિક ગૂંચવણોમાંથી મુક્તિ મળવાની શક્યતા જણવાઈ છે. છેલ્લા સમયથી ચિંતાજનક વસ્તુઓ ધીમે-ધીમે દૂર થઇ શકે છે.
કર્ક
કર્ક રાશિના લોકો માટે આ મહાગોચર નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે. પારિવારિક જીવન અને અંગત સંબંધોમાં નવી પરિસ્થિતિઓ ઊભી થઇ શકે છે; આવી સિત્તતમાં વાતચીત દરમિયાન સંયમ રાખવો મહત્વપૂર્ણ રહેશે.
સિંહ
સિંહ રાશિના જાતકોને સંબંધો અને ભાગીદારી સંબંધિત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કાર્યક્ષેત્રમાં નવા લોકો સાથે જોડાણ ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે.
કન્યા
કન્યા રાશિના લોકોને કામકાજ અને દૈનિક કાર્યોમાં બદલાવનો અનુભવ થઈ શકે છે. નોકરીમાં વધુ જવાબદારીઓ મળી શકે છે અને લાંબા સમયથી અટકેલા કામ પૂરા કરવાની તક મલે તેવી સંભાવના છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે ક્રિએટિવ કાર્ય અને અંગત જીવનમાં નવી તકોનું સમય હશે. વિદ્યાર્થીઓને ભણવામાં એકાગ્રતા જાળવી રાખવાની જરૂર પડશે અને પ્રેમ સંબંધોમાં પણ બદલાવ આવી શકે છે.
વૃશ્ચિક
આવો ગોચર વૃશ્ચિક રાશિના પારિવારિક જીવનમાં ફેરફારો લાવી શકે છે. ઘર-પરિવાર સંબંધિત બાબતોમાં જવાબદારી વધવાની શક્યતા છે; સંપત્તિ સંબંધિત નિર્ણય લેતા સમયે સાવધાની રાખવાની સંકેત મળે છે.
ધનુ
ધનુ રાશિના માટે સંપર્ક, સંવાદ અને નાની મુસાફરીઓ માટે મહત્વપૂર્ણ સમય હોઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જે આગળ વધવાની તકો આપશે.
મકર
રાહુનો મકર રાશિમાં પ્રવેશ તે રાશિના જાતકોના વ્યક્તિત્વ અને વિચારમાં બદલાવ લાવી શકે છે. કરિયરમાં આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા વધવાની શક્યતા જણવાઇ છે.
કુંભ
કુંભ રાશિમાંથી રાહુ નીકળવાથી કુંભના જાતકોને અનેક મામલામાં રાહત મળવાની શક્યતા રહેશે. માનસિક મૂંઝવો અને અનિશ્ચિતતામાં ઘટાડો અનુભવાશે; કેતુનો ગોચર ખર્ચ અને વિદેશ સંબંધિત બાબતો પર અસર કરી શકે છે.
મીન
મીન રાશિના જાતકો માટે સામાજિક સંપર્ક અને આર્થિક યોજનાઓની દ્રષ્ટિએ આ ગોચર મહત્વપૂર્ણ રહેશે. નવા લોકો જોડાવા અને ભવિષ્ય માટે નવી યોજનાઓ તૈયાર કરવાની તકો મળી શકે છે.