ખાનગી બાઇક ટેક્સી માટે નીતિન ગડકરીનું ગ્રીન સિગ્નલ
કેન્દ્રના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંગલાલયના મંત્રી નીતિન ગડકરીએ તમામ રાજ્ય સરકારોને ખાનગી રીતે રજીસ્ટર્ડ બાઈક અને સ્કૂટરને Rapido, Uber અને Ola જેવા એગ્રીગેટર પ્લેટફોર્મ પર બાઈક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી છે. ગડકરીએ રાજ્ય પરિવહન કમિશનરો સાથે સંવાદ કરીને અને પત્રો દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025 અમલમાં લાવવા માટે આગ્રહ કર્યો છે.
તેઓના જણાવ્યા અનુસાર આ પગલાથી ટુ-વ્હીલર માલિકોને વધારાની આવક અને રોજગારીની નવી તકો મળશે અને શહેરોમાં સસ્તું પરિવહન ઉપલબ્ધ થશે. ગડકરીની અપીલ અને સંદેશ ‘રાઈડ: એ શોકેસ ઓફ એગ્રીગેટર એન્ડ ડિલિવરી સર્વિસીસ’ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન, ગડકરીએ જણાવ્યું કે તેમણે સમગ્ર દેશના તમામ રાજ્યોને પત્રો લખ્યા છે અને પરિવહન કમિશનરો સાથે સીધી વાતચીત પણ કરી છે, જેથી ગાઈડલાઈન્સ યોગ્ય રીતે અમલમાં આવે.
મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025
મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025 અને કાનૂની આધાર મંત્રાલય દ્વારા જુલાઈ 2025માં જાહેર કરાયેલા આ દિશાનિર્દેશો રાજ્ય સરકારોને મોટર વાહન અધિનિયમની કલમ 67(3) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ખાનગી ટુ-વ્હીલર વાહનોને પેસેન્જર સેવાઓ માટે પરવાનગી આપવાની સગવડ આપે છે. ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રના દિશાનિર્દેશો આપમેળે સમગ્ર દેશમાં લાગુ પડતા નથી અને તે માટે સંબંધિત રાજ્ય સરકારોની મંજૂરી જરૂરી છે.
રાજ્યોમાં અમલની વર્તમાન સ્થિતિ ગડકરીએ સૂચવ્યું કે અત્યાર સુધી દેશમાં માત્ર રાજસ્થાને જ આ નિયમોને પૂર્ણરૂપે લાગુ કર્યો છે, જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશે આ દિશામાં આંશિક પગલાં લીધા છે. અન્ય રાજ્યોમાં ગાઈડલાઈન્સના વ્યાપક અમલ માટે કેન્દ્ર તરફથી પ્રેરણા આપવામાં આવી રહી છે.
ચાલકો માટે લેવામાં આવેલ વ્યવસ્થાઓ ગાઈડલાઈન્સમાં મુસાફરીના કુલ ભાડામાં ચાલકોને ઓછામાં ઓછો 80 ટકા હિસ્સો મળવો જોઈએ તેવી જોગવાઇ છે. તે ઉપરાંત ચાલકો માટે સ્વાસ્થ્ય અને ટર્મ વીમા સુરક્ષા, વિવિધ પ્લેટફોર્મ પર સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ અને ફરિયાદ નિવારણ તંત્ર જેવી વ્યવસ્થાઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. આમાંથી લોકોની સુરક્ષા અને ચાલકોના કલ્યાણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
અપેક્ષિત લાભ અને પ્રભાવ ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પહેલથી 15થી 20 કરોડ લોકોને રોજગારી અને આજીવિકા મેળવવાની શક્યતા છે. તેમનો વધુ કહેવું છે કે વધારાની આવકથી પરિબારોની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે, બાળકોના અભ્યાસ પર સકારાત્મક અસર થાય છે અને શહેરી વિસ્તારમાં સસ્તા પરિવહનથી ટ્રાફિક અને વાહનોથી થતું પ્રદૂષણ ઘટવામાં મદદ મળશે.