વડોદરા: પ્રકાશ રોહિત અને કાઉન્સિલર મયુર ચોવટિયા વચ્ચેની મારામારીની નિષ્પક્ષ તપાસની માંગ

પ્રકાશ રોહિત અને મયુર ચોવટિયા વચ્ચેની મારામારી

વડોદરામાં વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનના સહાયક ઇજનેર પ્રકાશ રોહિત અને કાઉન્સિલર મયુર ચોવટિયા વચ્ચે થયેલી મારામારીની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સહિત સંવિધાન બચાવો સમિતિએ સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં કોર્પોરેશનમાં અનુસૂચિત જાતિના અધિકારીઓના હિત અને અનામત વ્યવસ્થાના યોગ્ય અમલની પણ માંગ કરી છે.

ઘટનાની વિગતો રજુઆત અનુસાર, ગત 2 નવેમ્બરનો રોજ વોર્ડ નંબર-4ના ખોડિયારનગર ત્રણ રસ્તા પાસે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનના સહાયક ઇજનેર પ્રકાશ રોહિત અને કાઉન્સિલર મયુર ચોવટિયા વચ્ચે મારામારીની ઘટના બની હતી. સમિતિએ આ બનાવની પૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરાવી તમામ હકીકતો બહાર લાવવા અને કોઈપણ કર્મચારી સાથે અન્યાય ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાનું માંગ્યું છે.

સંવિધાન બચાવો સમિતિની માંગ અને સૂચનો સંવિધાન બચાવો સમિતિ દ્વારા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, વડોદરાને લેખિત રજૂઆત કરી નીચેની બાબતો કાર્યવાહી હેઠળ લાવવામાં આવે તેવી માગ કરી છે: ઘતનાની પૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. વડોદરા કોર્પોરેશનમાં અનુસૂચિત જાતિના કર્મચારીઓના બંધારણીય અધિકારો, સમાનતા અને સામાજિક ન્યાયનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે. કોર્પોરેશનમાં અનામત રોસ્ટર વ્યવસ્થાનો યોગ્ય અમલ કરવામાં આવે. રોસ્ટર લાઇઝન ઓફિસરની નિમણૂક કરવામાં આવે અને જરૂરી વહીવટી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ તમામ મુદ્દાઓ અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ અને ભલામણો આપવામાં આવે.