પર્યુષણમાં પાલીતાણા જૈન યાત્રાળુઓને રાહત
પશ્ચિમ રેલવે એ પર્યુષણ પર્વ 2026 દરમિયાન ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 16 સપ્ટેમ્બર 2026નાં રોજ ભાવનગરથી ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ખાસ કરીને પાલીતાણા પવિત્ર તીર્થ પર જતાં જૈન યાત્રીઓ તથા ભાવનગર–મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે આ સેવા રાહતરૂપ રહેશે.
ટ્રેન નંબર 09023/09024 માટેનું રિઝર્વેશન 11 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. ટ્રેનનું સમયપત્રક ભાવનગર ટર્મિનસથી નીકળતી વિશેષ સુપરફાસ્ટ ટ્રેન ટ્રેન નંબર 09024 16 સપ્ટેમ્બર 2026નાં રોજ સાંજે 05:40 કલાકે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે, 17 સપ્ટેમ્બરે સવારે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
પરત દિશામાં ટ્રેન નંબર 09023 બાંદ્રા ટર્મિનસથી 15 સપ્ટેમ્બર 2026નાં રોજ રાત્રે 07:25 કલાકે ઉપડી, 16 સપ્ટેમ્બર 2026નાં રોજ સવારે 10:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટ અને સ્ટોપેજ વિશેષ ટ્રેન બંને દિશામાં નીચેના 11 સ્ટેશનો પર રોકાશે: સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી, બોરીવલી.
આ સ્પેશિયલ ટ્રેનથી ભાવનગર અને મુંબઈ વચ્ચે મુસાફરોને વધતી રેલ સંવાહન માંગ પૂર્ણ કરવા સહુલિયત મળશે. નોંધનીય છે કે પાલીતાણા શહેર ભાવનગરથી આશરે 55 કિલોમીટર દૂર આવેલું છે, તેથી તહેવારો અને ધાર્મિક યાત્રાઓ દરમિયાન આ ટ્રેન યાત્રીઓને મદદરૂપ થશે.
કોચ વર્ગ અને ભાડા ટ્રેનમાં પેસેન્જરોની સુવિધા માટે સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેનનું સંચાલન વિશેષ ભાડા સાથે કરવામાં આવશે. રિઝર્વેશન અને બુકિંગ ટ્રેન નંબર 09023 અને 09024 માટેનું રિઝર્વેશન 11 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. મુસાફરો આરક્ષણ કેન્દ્રો તથા IRCTC ની અધિકૃત વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી શકશે.