નિમેટા પ્લાન્ટમાં આરસીસી ફિલ્ટર ટ્રફ માટે રૂ.37.09 લાખની દરખાસ્ત
વડોદરા કોર્પોરેશનની નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (પ્લાન્ટ નંબર-3)માં આરસીસી (RCC) ફિલ્ટર ટ્રફ બનાવવાની એચ.બી. એન્જિનિયર્સની રૂ.37.09 લાખની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. દરખાસ્ત અંદાજિત ભાવ કરતાં 36 ટકા વધુ હોવાથી વિવાદ ઉભો થયો છે.
દરખાસ્ત મુજબ કામ પૂરુ કરવા માટે 6 મહિના નો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે અને GST અલગથી ચૂકવવાનો રહેશે. એફઆરપી ટ્રફમાં સમસ્યા અને આરસીસી ટ્રફની જરૂરીયાત પ્લાન્ટ નંબર-3ની મૂળ રચના મુજબ ત્યાં ફાઇબર રિઇન્ફોર્સ્ડ પ્લાસ્ટિક (એફઆરપી) ના ફિલ્ટર ટ્રફ લગાવવામાં આવ્યા છે.
પાણીના વજનના કારણે આ એફઆરપી ટ્રફ અવારનવાર નીચે બેસી જતા હોવાથી વારંવાર સમારકામ કરવાની જરૂરીયાત દેખાઈ રહી છે. સમારકામ પછી પણ યોગ્ય લેવલ જળવાતું ન હોવાથી ફિલ્ટરની બેકવોશ પ્રક્રિયા યોગ્ય રીતે કાર્ય કરતી ન હોય તેની નોંધ દરખાસ્તમાં કરવામાં આવી છે.
આથી એફઆરપી ટ્રફને બદલે આરસીસીના ફિલ્ટર ટ્રફ બનાવવાની જરૂરિયાત ઊભી થઇ હોવાનું દરખાસ્તમાં જણાવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા અને ભાવપત્રકો મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્રીજા પ્રયાસમાં પણ કોઈ ઇજારદારે રસ દાખવ્યો ન હતો.
ત્યાંબાદ ઓફર મંગાવતા એચ.બી. એન્જિનિયર્સ અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન નામની બે એજન્સીઓએ ભાવપત્રક રજૂ કર્યા. ઇજારદારોને ભાવ ઘટાડવા જણાવ્યું હતું ત્યારે એચ.બી. એન્જિનિયર્સે 11 ટકા ઘટાડી હતી.
અંદાજ અને રજૂ કરેલો ભાવ વચ્ચે તફાવત આ કામગીરીનો અંદાજિત ભાવ રૂ.27.28 લાખ હોવાનું માનવામાં આવે છે. જ્યારે એચ.બી. એન્જિનિયર્સનો ઘટાડા બાદનો ભાવ રૂ.37,09,555 આપ્યો છે, જે અંદાજ કરતાં આશરે રૂ.9.81 લાખ વધુ છે.
દરખાસ્તમાં જણાવાયું છે કે ખર્ચ અંદાજિત ભાવ કરતાં 36% વધારે પડી રહ્યો છે. નોંધનીય છે કે જીએસટી અલગથી ચૂકવવો રહેશે. સ્થાયી સમિતિમાં નિર્ણય અને સમયગાળો આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી ચૂકી છે અને આગામી ગુરુવારે થનારી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય માટે રજુ થશે.
કાર્યક્ષમતા પૂર્ણ કરવા માટે સમયગાળો દરખાસ્તમાં 6 મહિના દર્શાવવામાં આવ્યો છે.