નેપાળની મદદ માટે ભારત આગળ, પૂર પીડિતો માટે 10 ટન રાહત સામગ્રી મોકલાઈ

નેપાળમાં પૂર પીડિતો માટે સહાય

ભારતે નેપાળમાં આવેલી ભયાનક પૂરથી પીડિતોને સહાય પહોંચાડવા માટે 10 ટન HADR સહાય અને જરૂરી દવાઓ મોકલી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરએ X પર લખ્યું કે નેપાળમાં આવેલી ભયાનક પૂરથી નિપટવા માટે ભારત તરફથી 10 ટન HADR સહાય અને જરૂરી દવાઓ મોકલવામાં આવી છે.