મિહીર પરીખ વિરુદ્ધ વધુ ફરિયાદ
અમદાવાદમાં મહાચીટર મિહીર પરીખ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પ્રહલાદનગરના ઇન્દ્રરપ્રસ્થ કદમ્બ એપાર્ટમેન્ટમાં રહેતી બિરવાબહેન ગાંધી દ્વારા પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, મિહીર પરીખે બુલિયન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી તેમનું કુલ ₹1.74 કરોડ મૂલ્યનું 1300 ગ્રામ સોનું લઈ લીધું છે અને તે સોનું વળતર ન આપવા બદલ મુદ્દામૂંહ ઉભું છે.
ફરિયાદમાં જણાવેલી વિગત અનુસાર, બિરવાબહેન તેમના વીમા, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણો માટે મિહીર પરીખ પર નિર્ભર રહેતી હતી. મિહીર પરીખની ઓફિસમાં કાર્યરત સીએફઓ તરીકે હોય તેવી ભુમિ શાહ અને હેમરાજસિંહ સાથે પરિચય થયો હતો.
વર્ષ 2025માં મિહીર પરીખ અને ભૂમિ શાહ બિરવાબહેનની ઓફિસમાં આવીને જણાવ્યું હતું કે બુલિયન ડીલમાં રોકાણ કરવાથી દર મહિને 2 ટકા વળતર મળશે અને એની માટે 85 ટકા ફીઝીકલ ગોલ્ડ જરૂરી છે. ફરિયાદ પ્રમાણે, બિરવાબહેને પોતાની પાસે રહેલું કુલ 1300 ગ્રામ સોનું મિહીર પરીખને આપ્યું હતું, જેને તેની કિંમત ₹1.74 કરોડ બતાવવામાં આવી.
શરૂઆતમાં વળતર આપવામાં આવે તેવા દાખલા હતા, પરંતુ જાન્યુઆરી 2026માં વળતર આપવું બંધ થઈ ગયું અને ત્યારપછી મિહીર પરીખ ગોળગોળ જવાબ આપતો અને ઓફિસમાં મળતો નહોતો, તેવું ફરિયાદમાં જણાવાયું છે.
મોનીષ ગાંધીનું નામ અને સહીનું ગેરવાપરનો દાવો ફરિયાદમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે કરારમાં મોનિષ ગાંધીના નામથી લખાણ અને તેમની સહીનો બોગસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિરવાબહે અને અન્ય લોકો જ્યારે મોનીષ ગાંધીના પ્રેમચંદનગર નજીક આવેલા અજયદીપ સોસાયટીમાં તેનું મકાન તપાસવા ગયા ત્યારે તેમને ખબર પડી કે મોનીષ ગાંધી વર્ષ 2019થી અમેરિકામાં રહે છે અને તે ભારતમાં આવ્યો જ નહોતો. આથી કરારમાં સહીનો ગેરવાપર થયાની આશંકા ઊભી થઈ છે.
પોલીસ કાર્યવાહી આ મામલે સેટેલાઇટ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દેવાઇ છે.