જામનગરમાં અકસ્માતની ઘટનાઓ
જામનગર જિલ્લામાં બે અલગ અલગ વાહન અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે 10 વર્ષના ખુશ નામના બાળકને કારચાલકે અડફેટે લઈ ઇજા થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામનગર શહેરના એસટી બસ સ્ટેશન પાસે બાઈક પાછળથી ટક્કર ખાવાના નિસાને એક વ્યક્તિને ડાબા પગમાં ફ્રેક્ચર તેમજ અન્ય ઈજાઓ આવેલાં છે.
પોલીસે બંને બનાવોની તપાસ કરી રહી છે. કાલાવડનો અકસ્માત કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના સરદાર ચોક પાસે તા.10 ના રાત્રે આશરે 10:56 વાગ્યે અલ્ટો કારના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી કાર હંકારી દસ વર્ષના ખુશ નામના બાળકને સામેથી હડફેટે લીધા. કારણે બાળકના શરીરે મૂઢ ઇજાઓ થઈ હતી અને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
બાળકના પિતા સાગરભાઈ સાવલીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેને આધારે પોલીસે સરધારકા ગામના ભદ્રરાજસિંહ ગુણુભા ઝાલા સામે ગુનો નોંધાવ્યો છે.
બાઈક ટક્કરનો બનાવ
જામનગરમાં બાઈક ટક્કર જામનગરના એસટી બસ સ્ટેશન પાસે, આઇટીઆઇના ગેટ સામે તા.1લી નવેમ્બરના રાત્રે આશરે સાડે આઠ વાગ્યે એક બાઈકચાલકે પાછળથી ટક્કર મારી હોવાની ઘટના નોંધાઈ. ટક્કરમાં પ્રફુલભાઈ રોડ પર પટકાતા તેમના ડાબા પગમાં ફ્રેક્ચર અને શરીરે છોળછાલ તેમજ મૂઢ ઇજાઓ થયાં.
આ બનાવ અંગે ફરિયાદી રાજેશભાઈ મંગેએ સીટી-એ ડિવિઝન પોલીસ કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ આગળની તપાસ હાથ ધરી છે અને વધુ માહિતીને ભેગા કરી રહી છે.