જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 18 ઈજાગ્રસ્તો પૈકી 8 ગુજરાતીઓ, 6ની હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર દુર્ઘટના

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગથી શ્રીનગર જતી ટેમ્પો ટ્રાવેલર કંગન વિસ્તારમાં આવેલ ગુંડ સુંબલ પાવર હાઉસ ની નજીક કાબૂમાંથી બહાર થઈને અંદાજે 60 ફૂટ ઊંડા ખીણમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત કુલ 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમાં અમદાવાદ અને સુરતના કુલ 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે અને 6 લોકોની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે.

રેસ્ક્યૂ અને સારવાર ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. ઇજાગ્રસ્તોને સ્થળે આવેલા ગનીવન, ગુંડ અને સોનમર્ગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ દ્વારા સૌપ્રથમ ગુંડ PHC પર લઈ જવાયા હતાં. પ્રાથમિક સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે શ્રીનગરની શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોની ઓળખ અને મૂળસ્થાન સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) ના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્તોમાં ગુજરાતના અમદાવાદ અને સુરત ઉપરાંત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને પંજાબના ગુરદાસપુરના રહેવાસીઓ પણ છે. જાહેર થયેલા ઇજાગ્રસ્તોના નામ અને ઉંમર નીચે મુજબ છે: શારદાબેન (ઉ.વ. 58), રમેશભાઈ (ઉ.વ. 59), શોભાબેન (ઉ.વ. 50), રાજેશકુમાર, દાયશાબેન (ઉ.વ. 42).

પોલીસના જણાવ્યા પ્રમાણે વાહન પંજાબના ગુરદાસપુરના રહેવાસી દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસ પોલિસની પ્રાથમિક તપાસમાં દુર્ઘટનાનું મુખ્ય કારણ વાહનની અતિશય ગતિ હોવાનું સંભવિત કારણ તરીકે સૂચવામાં આવી રહ્યું છે. સ્થળ પર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલુ રાખી છે.