જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા, હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી

જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા

જમ્મુ અને કાશ્મીરના અનેક ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે અને સમગ્ર ખીણમાં તાપમાન ઘટ્યું છે. હવામાન વિભાગે 12-13 નવેમ્બરે જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.

હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી

હિમાચલ પ્રદેશમાં એક મહિના લાંબા શુષ્ક સમયગાળા પછી શુક્રવાર સવારથી કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા નોંધાઈ રહી છે. લાહૌલ-સ્પીતિના કેલાંગમાં બરફવર્ષા નોંધાઇ છે. રોહતાંગ, શિંકુલા અને બારાલાચા પાસ પર વાહનની અવરજવર રોકી દેવામાં આવી છે. મનાલી પોલીસે મરહીથી રોહતાંંગ પાસ તરફ જતાં વાહનોને રોકી દીધાં છે.

ઉત્તરાખંડમાં આજે 7 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જેમાં દેહરાદૂન, ટેહરી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 3,200 મીટર અને તેનાથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે.

સેટેલાઇટ અવલોકન અને ચક્રવાત ઇસરોના INSAT-3DS ઉપગ્રહે અંડમાન સમુદ્ર ઉપર વાદળોની ઝડપી ગતિવિધિઓની તસવીરો કૅપ્ચર કરી છે. નિરીક્ષણ પ્રમાણે ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર વિકસતું જોવા મળી રહ્યું છે, જેના કારણે નવા ચક્રવાત બનવાની આશંકા છે. જો ચક્રવાત બને તો તેમનું નામ ‘અકવાન’ રાખવામાં આવશે.

શહેરી દૃશ્યતા અને હવાની ગુણવત્તા ઉત્તર પ્રદેશની લખનઉમાં દ્રષ્ટિ એટલી ઓછી રહી કે 8 મીટર સુધી જોવું મુશ્કેલ થયું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હવા ખરાબ સ્થિતિમાં રહી છે; નોર્થ એવન્યુમાં શુક્રવારે સવારે 9 વાગ્યે AQI 363 નોંધાયો હતો.