INS વિક્રાંત પર રાફેલ મરીનનું પ્રથમ સફળ લેન્ડિંગ, ટ્રાયલ્સ શરૂ

INS વિક્રાંત પર રાફેલ મરીનનું સફળ લેન્ડિંગ

રાફેલ મરીન ફાઈટર જેટે 29 ઑક્ટોબરે INS વિક્રાંત પર પહેલા પ્રયાસમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર આ લેન્ડિંગને જહાજમાં રાફેલ મરીનની સુસંગતતા તપાસવાના પ્રારંભિક પગલાં તરીકે નોંધવામાં આવી રહ્યું છે અને સફળ લેન્ડિંગ બાદ ટ્રાયલ્સ ચાલુ છે.

લેન્ડિંગનું મહત્વ

આ લેન્ડિંગ એક ફ્રેન્ચ પાઇલટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ફર્સ્ટ ફ્લાઇટ કેમ્પેઈનનો ભાગ હતી, એટલે કે ભારતીય કૅરિયરના પર રાફેલ જેટની કમ્પેટિબિલિટી ચકાસવાની કસરત. નેવીના નિવેદન મુજબ સફળ પરિક્ષણોના આધાર પર જ રાફેલ મરીનને ઑપરેશનલ બનાવવા માટેની પ્રક્રિયા આગળ વધશે.

ડિઝાઇન તફાવત અને પરીક્ષણ

ડિઝાઇન તફાવત અને પરીક્ષણનો હેતુ રાફેલ-Mનો મૂળ ડિઝાઇન ફ્રાંસના ચાર્લ્સ ડી ગોલ કૅરિયરની CATOBAR (કૅટાપલ્ટથી ટેક-ઓફ) સિસ્ટમ માટે બનાવવામાં આવ્યો છે, જ્યારે INS વિક્રાંત અને વિક્રમાદિત્ય STOBAR (સ્કી-જમ્પ રેમ્પથી ટેક-ઓફ) સિસ્ટમ ધરાવે છે. તેથી ટ્રાયલ્સનો હેતુ તપાસવાનો રહ્યો છે કે રાફેલ-M ભારતીય રૅમ્પ પરથી ટેક-ઓફ કરી શકશે અને અરેસ્ટર વાયરથી સુરક્ષિત રીતે અટકી શકશે કે નહીં.

ગોવામાં ટ્રાયલ્સ

ગોવામાં પૂર્વ તૈયારી આથી પહેલા તે જ અઠવાડિયે INS હંસા, ગોવામાં શોર-બેઝ્ડ ટેસ્ટ ફેસિલિટી (SBTF) ખાતે ટ્રાયલ્સ ચાલી રહ્યા હતા. ત્યાં વિક્રાંત જેવો જ સ્કી-જમ્પ રેમ્પ બનાવવામાં આવ્યો હતો જેથી કેરિયર પર ફ્લાઇટ ઑપરેશન્સની શક્યતાઓ જમીન પર તપાસી શકાય.

ડિલ અને ડિલિવરી શેડ્યૂલ

ભારતે 28 એપ્રિલ 2025ના રોજ ફ્રાંસ સાથે આશરે ₹63,000 કરોડ ($7.5 બિલિયન)માં 26 રાફેલ-M વિમાનની ડીલ કરી છે. તેમાં 22 સિંગલ-સીટર ફાઈટર પ્લેન અને 4 ટ્વીન-સીટર ટ્રેનર વિમાન સામેલ છે. ડિલિવરી 2028ના અંતે અથવા 2029ની શરૂઆતથી શરૂ કરાશે.

આગામી પ્રક્રિયા

ભારતીય નૌસેનાના જણાવ્યા મુજબ ચાલુ ટ્રાયલ્સ દરમિયાન વધુ ફ્લાઇટ ટેસ્ટ અને કૅરિયર પર સુસંગતતા પર નિર્ણય લેવામાં આવશે અને તેના આધારે જ રાફેલ મરીનને નેવીમાં પૂર્ણપણે સામેલ કરવાની પ્રક્રિયા આગળ વધારાશે.