મુંબઈ પોલીસની ‘ભારત છોડો’ નોટિસ સામે ઈમરાન ખાન બોમ્બે હાઈકોર્ટ જશે

બોલિવૂડ અભિનેતા અને સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે ‘ભારત છોડો’ નોટિસ આપી છે અને તેમને 28 ઓક્ટોબર, 2026 સુધીમાં દેશ છોડવા કહ્યું છે. 43 વર્ષીય ઈમરાન અમેરિકન નાગરિક છે અને તેની પાસે ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા (OCI) કાર્ડ છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા સંબંધિત ઉલ્લંઘનના આરોપ પર લેવામાં આવી હતી.

ઈમરાન ખાનની બોમ્બે હાઈકોર્ટમાં અરજી

ઈમરાન હવે આ નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે. વિવાદનું પૃષ્ઠભૂમિ આ મામલો 10 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલો છે. દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કરાયેલા પ્રદર્શનના સમર્થનમાં મુંબઈમાં પણ પ્રદર્શન યોજાયું હતું. આ દરમ્યાન ઈમરાન ખાનને થોડા સમય માટે અટકાયત કરવામાં આવી હતી.

કાયદાકીય કલમો અને પગલાં મુંબઈ પોલીસ અને સત્તાવાળાઓએ આ સૂચન ધ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમ 7 (2)(C) અને કલમ 29 હેઠળ જાહેર કરી હોવાનું નોટિસમાં જણાવાયું છે. નોટિસ મુજબ ઇમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારતમાં છોડી જવા જણાવ્યું છે અને જો તે આના પાલન નહીં કરે તો કલમ 29 હેઠળ દેશનિકાલ (ડિપોર્ટ) પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

ઈમરાન ખાનની પ્રતિક્રિયા અને કોર્ટ કાર્યવાહી ઈમરાન ખાન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડ્રાફ્ટ અરજીમાં તેમણે પોલીસનું આ આદેશ ‘અત્યંત કડક અને ગંભીર’ ગણાવ્યો છે. તેમના વકીલ ઝુલ્ફીકાર મેમણ દ્વારા તેઓ બોમ્બે હાઈકોર્ડમાં અરજી દાખલ કરવા જઈ રહ્યા છે. અરજી દાખલ થયા પછી મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેંચ સામે તાકીદની સુનાવણી માટે કેસ મૂકવાની શક્યતા દર્શાવવામાં આવી છે.