ICC નિયમોમાં ફેરફાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ મોટા નિયમ પરિવર્તન (Playing Conditions) અમલમાં મુક્યા છે. આ ફેરફારો પુરુષ અને મહિલા બંને આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં લાગુ પડશે અને તેમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા કરવામાં આવેલા નિયમ પરિવર્તનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય તારણ એ છે કે 1 ઓક્ટોબર પહેલાં શરૂ થયેલી શ્રેણીઓ જુના નિયમો અનુસાર ચાલશે.
નિયમોમાં ફેરફારો
- બેટર સમયસર તૈયાર ન હોય: જો બેટર નક્કી કરેલી સમયમર્યાદામાં આગળનો બોલ રમવા માટે તૈયાર ન થાય તો પ્રથમ વખત તેને ચેતવણી આપવામાં આવશે; બીજી વખતે અંતિમ ચેતવણી મળશે. ત્રીજી અને ત્યારબાદની દરેક ભૂલ માટે બોલિંગ ટીમને 5 પેનલ્ટી રન આપવામાં આવશે.
- બોલના કદ અને વજનની અલગ મર્યાદા: નવા નિયમો અનુસાર પુરુષ, મહિલા અને જુનિયર કેટેગરીઓ માટે બોલના કદ અને વજનની અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
- ઓવરથ્રો અંગે સ્પષ્ટતા: જો કોઈ ફિલ્ડર રન રોકવા અથવા રનઆઉટ માટે બોલને સ્ટમ્પ તરફ ફેંકે તો તે ઓવરથ્રો ગણાશે.
- રનઆઉટ અને સ્ટમ્પિંગમાં સંપૂર્ણ કંટ્રોલ: જો ફિલ્ડર બોલ પકડીને સ્ટમ્પ ઉડાવે તો તેના હાથમાં રહેલા બોલ પર તેનો પૂર્ણ કંટ્રોલ હોવો જરૂરી રહેશે.
- બોલ ક્યારે ‘ડેડ’ ગણાશે: અમ્પાયર માટે હવે નિર્ણય કરવાની વધુ છૂટ હશે કે ખેલની સ્થિતિમાં બોલ સંપૂર્ણ રીતે સ્થિર થઈ ગયો છે કે નહીં.
- પિંક બોલનો ટ્રાયલ: દિવસ દરમિયાન રમાતી ટેસ્ટમાં ટીમોની સંમતિથી પિંક બોલનો ટ્રાયલ કરી શકાય છે.
- દિવસની છેલ્લી વિકેટ બાદની વ્યવસ્થા: જો દિવસની છેલ્લી ઓવર દરમિયાન વિકેટ પડે અને ઓવર અધૂરી હોય તો તે સમયે વિક્ત પડતાં જ દિવસની રમત પૂરી જાહેર કરવામાં આવશે નહીં.
- ટી20 ઈનિંગ્સ વચ્ચેનો નિર્ધારિત બ્રેક: હવે બે ઈનિંગ્સ વચ્ચે નિર્ધારિત બ્રેક 15 મિનિટ રહેશે.
- ડ્રિંક્સ બ્રેક દરમિયાન કોચ મેદાનમાં આવી શકશે: ટીમના હેડ કોચ અથવા તેમના દ્વારા નિમણૂક કરાયેલ પ્રતિનિધિ મેદાનમાં આવીને ખેલાડીઓ સાથે વાતચીત કરી શકશે.
- વાઇડ વિશેનો નિયમ: વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કાયમી કરાયો છે.
ICCએ જણાવ્યું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ સમયનો બગાડ ઘટાડવો, રમતની ગતિ જાળવવી, બોલના માપ અને વજન અંગે સ્પષ્ટતા લાવવી અને ફિલ્ડિંગ સંબંધિત નિયમોને સરળ બનાવવાનો છે. આ તમામ ફેરફારો 1 ઓક્ટોબર 2026 અથવા ત્યારબાદ શરૂ થતા નવા આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં લાગુ પડશે.