યુપીની જેમ ગુજરાતમાં પણ ભુંડા ગરબા, મર્યાદાહીન ડ્રેસ પર રોક જરૂરી: અભય શુક્લાનું નિવેદન

ગુજરાતમાં ભુંડા ગરબા

રાજકોટ — સીઆઈડી (CID) ફેમ અભિનેતા અભય શુક્લાએ જૂનાગઢમાં આયોજિત ‘શક્તિ સ્પંદન 2026’ પ્રાચીન ગરબી મહોત્સવની મુલાકાત લીધી અને પાર્ટી પ્લોટની વ્યાપારિક ગરબા સંસ્કૃતિ સામે આક્ષેપ વ્યક્ત કર્યા. શુક્લાએ ઘટનાસ્થળે કહ્યું કે પાર્ટી પ્લોટમાં માતાજીના નામે વેપાર થાય છે અને યુવાનો ગરબાના નામે ભૂંડા દેખાવો કરે છે.

તેમણે ગુજરાતમાં આવા ગરબા પર નિયંત્રણ અથવા પ્રતિબંધ લાવવા સરકારની ભૂમિકા જરૂરી હોવાની અપીલ કરી. જૂનાગઢ મુલાકાત અને મંચ પરથી નિવેદન મહોત્સવનું મંચ સમસ્ત વણિક યુવા સંગઠન દ્વારા આયોજિત હતું.

મંચ પરથી અભયએ પારંપરિક ગરબા અને પ્રાદેશિક પરંપરાઓ બચાવવા માટે પાર્ટી પ્લોટોમાં રમાતા ગરબાના બદલાયેલા સ્વરૂપ પર કડક ટિપ્પણી કરી અને જણાવ્યું, ‘પાર્ટી પ્લોટોમાં રમાતા ગરબા એ ગરબા નથી પરંતુ માત્ર વ્યાપારિક પાર્ટી બની ગઈ છે. માતાજીના નામે વેપાર થઈ રહ્યો છે અને યુવાનો ગરબાના નામે ભૂંડા દેખાવો કરી રહ્યા છે.’

અભયે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાં ડીજે સિસ્ટમ અને અશ્લીલતા પર કડક નિયંત્રણ લગાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર અને પ્રશાસને પણ પાર્ટી પ્લોટોમાં રમાતા ભૂંડા ગરબા, ગંદી ડ્રેસિંગ સેન્સ અને વધી ગયેલા ડીજે પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ.

તેમણે ઉમેર્યું, ‘નવરાત્રી એ માત્ર નાચવા-ગાવાનો ઉત્સવ નથી પરંતુ મા શક્તિની ઉપાસના અને સંસ્કારોનું સિંચન કરવાનું પર્વ છે.’

અભયએ મંચ પરથી જણાવ્યું કે બે દિવસ પહેલાં તેમને પાકિસ્તાનથી આદિલ નામના એક છોકરાનો ફોન આવ્યો હતો. તેણે કહી કે તેઓ પોતાના તહેવારો નિયમ અને ભક્તિ સાથે ઉજવે છે, જ્યારે કેટલાક જગ્યા પર નવરાત્રિના પવિત્ર સમય દરમિયાન પાર્ટી પ્લોટોમાં મર્યાદા ભંગ થતાં જોવા મળે છે.

અભયએ યુવાનોને પાર્ટી પ્લોટોનો બહિષ્કાર કરીને શેરી અને પ્રાચીન ગરબી તરફ ફરી વળવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે જો ગરબા કરવી જ હોય તો સોસાયટી અને મહોલ્લામાં માતાજીની માંડવી અને શેરી ગરબા સાથે પરંપરાગત રીતે કરવામાં આવે જેથી સનાતન સંસ્કૃતિ જીવિત રહે.

સાથે જ તેમણે માતાઓ અને બહેનોને અપીલ કરીને કહ્યું કે બાળકો કયા પ્રકારના વસ્ત્રો પહેરીને ગરબે જાય છે તેનું ધ્યાન રાખવું જોઇએ, જેથી અન્ય ધર્મ અથવા સમાજના લોકો આપણા સંસ્કૃતિ પર પ્રતિક્રિયા ન કરી શકે.