ચા-મેગી ખાઈને સૂઈ ગયેલા 3 બાળક અને માતા-પિતા સહિત 5ના મોત, ગ્રેટર નોઈડામાં કમકમાટીભરી ઘટના | Gujarat Samachar

ગ્રેટર નોઈડામાં પરિવારના 5ના મોત

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વિસ્તારમાં રબૂપુરા પોલીસ સ્ટેશન કવર્ત્તિમાં એક જ પરિવારના પાંચ સભ્યો શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના જાણ થતા વિસ્તરમાં હાહાકાર મચી ગયો હતો.

પ્રાથમિક તપાસ પોલીસે જણાવ્યુ છે કે પરિવાર દ્વારા છેલ્લે ચા પીધી અને મેગી ખાધા હોવાની માહિતી મળી છે. આથી, ફૂડ પોઇઝનિંગથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવવાનું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઇ શકશે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને તપાસના પરિણામ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. વધુ તપાસ હાથ ધરી છે.