વાયદા બજાર ખુલતા જ પ્રચંડ કડાકો, ચાંદીમાં રૂ. 5,865 અને સોનામાં રૂ. 1,105 નું ગાબડું

વાયદા બજાર ખુલતાં જ સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આજે MCX પર વાયદા બજાર ખુલતાં જ સોનાના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં રૂ. 5,865 અને સોનામાં રૂ. 1,105નો કડાકો જોવા મળ્યો.

અમેરિકામાં વ્યાજદર વધારાના સંકેતો અને ક્રૂડ ઓઇલના ભાવ વધવાની ચિંતાએ રોકાણકારોને સાવચેતી તરફ ધકેલી, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા. ચાંદી અને સોનાની બજાર સ્થિતિ આજે ચાંદીનો જૂનો બંધ ભાવ 176309 રૂપિયા હતો અને આજનો ઓપન ભાવ 172400 રૂપિયા ખૂલ્યો. વેપાર દરમિયાન ચાંદીનો આજનો હાઈ 172400 રૂપિયા અને નીચલો સ્તર 170444 રૂપિયા પહોંચ્યો. આથી ચાંદીમાં કુલ 5865 રૂપિયાનો કડાકો નોંધાયો છે.

સોનાના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો: સોનાનો જૂનો બંધ ભાવ 136705 રૂપિયા હતો અને આજનો ઓપન ભાવ 135853 રૂપિયા રહ્યો. સોનાનો આજનો હાઈ 136055 રૂપિયા અને નીચલો સ્તર 135600 રૂપિયા રહ્યો, જેના કારણે સોનામાં કુલ 1105 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે.

બજારમાં ઘટાડાના મુખ્ય કારણો બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકામાં વ્યાજદરમાં વધારાના સંકેતોને પગલે રોકાણકારોમાં સાવધાની આવી છે. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકાના સંકેતો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે પણ રોકાણકારો જોખમ-બચાવની વલણ તરફ ગયા છે, જેના સીધા પ્રભાવથી કિંમતી ધાતુઓમાં આ પ્રચંડ કડાકો નોંધાયો છે.