ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કો-પાયલટે હુમલો
યુએઈથી તેલ અવીવ જતી ફ્લાય દુબઈની ફ્લાઈટ FZ1073માં કો-પાયલટે પાયલટ પર છરી વડે હુમલો કર્યો હતો. વિમાનમાં કુલ 174 મુસાફરો સવાર હતા. ઘટના બાદ ક્રૂ અને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લેવાયું અને વિમાનને સલામત રીતે લેન્ડિંગ માટે તાબુક તરફ વાળવામાં આવ્યું.
ઘટનાની વિગત અહેવાલો અનુસાર, કો-પાયલટે અચાનક પાયલટ પર છરીથી હુમલો કર્યો અને વિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. વિમાનમાં રહેલા અન્ય ક્રૂ સભ્યો તથા મુસાફરોની સહાયથી હુમલાખોરને નિયંત્રિત કરવામાં આવ્યો અને વિમાનને સલામત સ્થાન પર લેન્ડ કરાવવામાં આવ્યું. અહેવાલો કહે છે કે તેમાં મોટાભાગના ઈઝરાયલી નાગરિકો હતા.
કેપ્ટન સ્મિત મછારની થયેલી પ્રશંસા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, છરી લાગવા છતાં કેપ્ટન મછારે સામનો કરી કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો અને ક્રૂ સભ્યોને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી; તેમનો આ સાહસ તમામ 174 મુસાફરોના જીવ બચાવવાનો કારણભૂત રહ્યો છે અને તેઓ ઝડપથી સાજા થાય માટે શુભેચ્છા વ્યક્ત કરી.
ઇઝરાયલની સુરક્ષા પગલાંઓ અંગે ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા ડોરોન સ્પીલમેને જણાવ્યું છે કે હવે ઇઝરાયલમાં આવી પ્રવેશતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખની અને સુરક્ષા સંબંધિત માહિતીની કડક તપાસ કરવામાં આવશે. ઉપરાંત, ઇઝરાયલ અને વિદેશી એરલાઇન બંને માટે ફ્લાઇટ્સ પર સુરક્ષા વધારવાની હુકમ આપેલ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.