FBI ડિરેક્ટર કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની સગાઈ
અમેરિકન ગુપ્તચર સંસ્થા FBIના ભારતીય મૂળના ડિરેક્ટર કાશ પટેલે જાણીતી કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી લીધી છે. બંનેએ આ ખુશખબર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સગાઈની તસવીરો શેર કરીને જાહેર કરી હતી.
સગાઈ કેવી રીતે જાહેર કરી? એલેક્સિસ વિલ્કિન્સે સગાઈનો રીંગ બતાવતી તસવીર પોસ્ટ કરી અને રમૂજી અંદાજમાં લખ્યું કે હવે તેમણે કાયદાને વચ્ચે સામેલ કરી લીધો છે. કાશ પટેલે તે પોસ્ટ રીશેર કરીને હાર્ટ અને રિંગ ઈમોજી સાથે પોતાની ખુશી વ્યક્ત કરી.
પોસ્ટ અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને બંનેને વિશ્વભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
સંબંધની શરૂઆત
સંબંધની શરૂઆત અને સમયરેખા અહેવાલો અનુસાર, કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની પહેલી મુલાકાત વર્ષ 2022માં નેશવિલ ખાતે એક કોમન મિત્રના કાર્યક્રમ દરમિયાન થઈ હતી. ત્યારબાદ આ જુડીે 2023ની શરૂઆતથી ડેટ કરવાનું શરૂ કર્યું હોવાનું સમાચાર રહ્યાં છે.
બંને વચ્ચે ઉંમરના તફાવત 19 વર્ષ છે — કાશ 45 વર્ષના અને એલેક્સિસ 26 વર્ષની છે.
એલેક્સિસ વિલ્કિન્સ કોણ છે?
એલેક્સિસ વિલ્કિન્સ અમેરિકાની જાણીતી કન્ટ્રી સિંગર અને સોંગરાઈટર છે. તે પોતાના શક્તિશાળી અવાજ અને પરંપરાગત કન્ટ્રી મ્યુઝિક માટે ઓળખાય છે અને નાની ઉંમરે સુંદર સફળતા હાંસલ કરી છે. પ્રકાશિત જાણકારી મુજબ એલેક્સિસ સામાજિક કાર્યો અને અમેરિકન સૈનિકોના સન્માન માટે યોજાતા કાર્યક્રમોમાં પણ ભાગ લેતી રહી છે.
કાશ પટેલ વિશે
કાશ પટેલ ભારતીય મૂળના અમેરિકન વકીલ અને વરિષ્ઠ અધિકારી તરીકે ઓળખાય છે. તેઓને રાષ્ટ્રીય સુરક્ષા અને રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેમને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સહયોગી મનવામાં આવે છે. એફબીઆઈના ડિરેક્ટર તરીકે નિમણૂક પછી કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની જોડી મીડિયામાં વધુ ચર્ચાના વિષય બની છે.