ઘટનાની વિગત
રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પરના એક પોશ વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં દુબઈ રિટર્ન રિસેપ્શનિસ્ટ પંકજ દીનકરરાય રાજપરા (ઉ.વ.૫૪) દ્વારા ધનાઢ્ય પરિવારની છ વર્ષની પુત્રીની એકલતાનો લાભ લઈને બિભત્સ હરકતો અને મોબાઇલમાં ન્યૂડ વીડિયો બતાવી જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને તેને જેલહવાલે મોકલવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો
ઘટનાની વિગત પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, ધનાઢ્ય પરિવારની છ વર્ષીય પુત્રી ગઇકાલે સાંજના સમયે સોસાયટીના પ્લે ગ્રાઉન્ડમાં રમવા ગઈ હતી. જ્યારે તે એકલી પોતાના ઘરે જતી હતી ત્યારે સોસાયટીના રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ પર મુકાયેલા આરોપી પંકજ દીનકરરાય રાજપરા દ્વારા તેને રોકી લેવામાં આવી હતી. ત્યારબાદ તેને ઓફિસમાં બોલાવી બિભત્સ હરકતો કરી હતી.
આરોપીએ પોતાના મોબાઇલમાં ન્યૂડ વીડિયો દેખાડીને પણ તમામ કર્યો હોવાનો આરોપ પરિવારે કર્યો છે. બાળકીએ ગભરાઈને તરત ઘરે પહોંચી ગઈ અને માતા-પિતાને ઘટનાની જાણ કરી. તેના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી.
પોલીસ કાર્યવાહી
પોલીસની ફરિયાદના આધારે આરોપી પંકજ રાજપરા વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ધરપકડ કરી, કોર્ટમાં રજૂ કરીને તેને જેલહવાલે મોકલવામાં આવ્યુ છે. વધુ માહિતી મુજબ, આરોપી પંકજ બે સંતાનોનો પિતા છે અને પહેલાથી દુબઇમાં નોકરી કરતો હતો. ત્યારબાદ રાજકોટ પરત ફર્યા અને છેલ્લા ત્રણેક વર્ષથી સિક્યુરિટી કંપનીમાં અલગ-અલગ જગ્યાએ નોકરી કરતા આવ્યો હતો. આ બિલ્ડિંગમાં નિયમિત રિસેપ્શનિસ્ટ રજા પર હોવાથી કંપનીએ પંકજને એ પોઈન્ટ પર મુક્યો હતો અને પોલીસના જણાવ્યા મુજબ તે નોકરીના પ્રથમ દિવસે જ વિકૃત હરકતો કરવામાં આવ્યો હતો.