દિવાળીની શુભેચ્છાઓ
દિવાળીની ધારાવાહિક ઉજવણીના અવસરે દુનિયાભરના અગ્રણી નેતાઓ અને વિદેશી રાજદ્વારીઓએ શાંતિ, સમૃદ્ધિ અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપતા શુભેચ્છાઓ પાઠવ્યા છે. સંયુક્ત આરબ અમીરાતથી લઈને અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન સુધીના નેતાઓએ આ તહેવાર પર એકબીજા માટે સદ્ભાવો અને આશાના સંદેશા વહેંચ્યા છે.
UAE: શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ
શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે દિવાળીની શુભકામનાઓ આપતાં જણાવ્યું હતું: “પ્રકાશનો આ પર્વ તમારા જીવનમાં શાંતિ, આશા અને ઉત્તમ બાબતો લઈને આવે તેમજ તમારા દિવસો સુરક્ષા, ખુશી અને સમૃદ્ધિથી ભરેલા રહે. દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.”
અમેરિકા: તુલસી ગબાર્ડ
તુલસી ગબાર્ડે દીપાવલીની શુભેચ્છાઓ પાઠવીને શાંતિ અને ખુશીની શુભેચ્છાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું: “દિવાળીની ઉજવણી કરી રહેલા તમામ લોકોને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આ વિશેષ દિવસે અને હંમેશાં આપણે યાદ રાખવું જોઈએ કે ઈશ્વરના પ્રેમમાં તમામ અંધકારને દૂર કરવાની અને આપણા જીવનને પ્રકાશ, શાંતિ તેમજ આનંદથી ભરી દેવાની અદ્ભુત શક્તિ રહેલી છે.”
શ્રીલંકા: રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ દિવાળીને હિન્દુ સમુદાયના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક ગણાવતા કહ્યું કે આ પર્વ અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે.
પાકિસ્તાન: રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દિવાળી પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ધાર્મિક લઘુમતિઓના અધિકારોનું રક્ષણ કરવું એ સહિયારી જવાબદારી છે. તેમણે હિન્દુ સમુદાયને રાષ્ટ્રીય જીવનનો અતૂટ હિસ્સો ગણાવતા કહ્યું કે આ તહેવાર સદ્ભાવના અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનો સંદેશ આપે છે.