અમરેલી: ધારીના દલખાણીયા ગામે ઇલેક્ટ્રિક ટીસીમાં કરંટ લાગતાં દીપડાનું મોત

દલખાણીયા ગામમાં દીપડાનું મોત

અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં દલખાણીયા ગામની હસમુખ સોલંકીની વાડીમાં શિકાર માટે નીકળેલા દીપડાને ઇલેક્ટ્રિક ટીસીમાં કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું. વનવિભાગે મૃત દીપડાના કબજો લઈને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાવી છે.

આ બનાવથી સ્થાનિક પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. ઘટનાની વિગત મુજબ, દલખાણીયા રેવેન્યુ વિસ્તારની વાડીમાં શિકાર માટે છલાંગ મારતા દીપડો ટીસી પર પડી ગયો અને ટીસીમાંથી વહેતા વીજપ્રવાહના સંપર્કમાં આવતાં તો સ્થળેજ જ તેનું મૃત્યુ થયું.

કેટલાક સ્થાનિકોનું માનવું છે કે રાત્રિના સમયે ખોરાક અને શિકારની શોધમાં નીકળેલા દીપડાએ શિકાર માટે છલાંગ મારી ટીસી પર પહોંચી હોવાની શક્યતા છે. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃત દીપડાનું કબજો લઈને તેને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાવી છે.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે, એવી માહિતી આપવામાં આવી છે. પર્યાવરણપ્રેમીઓની ચિંતા ગિર વિસ્તારમાં ખુલ્લા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરો વન્યજીવો માટે જોખમરૂપ બનતા હોવાના સત્તાવાર નિર્ણયોથી વધુ વધી ગઈ છે.