દાદરા અને નગર હવેલીમાં કચરા વ્યવસ્થાપન માટે કડક નિયમો
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દિવમાં ઘન કચરા (Solid Waste) વ્યવસ્થાપન માટે કડક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે દરેક ઘર, દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ ફરજિયાત રહેશે અને નિયમો ભંગ કરનારાઓ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
નિયમોમાં શું છે?
નવા નિયમોમાં પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ અને વિવિધ દંડની શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. નિયમનો કાનૂની હેતુ અને નામ આ નિયમો દાદરા અને નગર હવેલી અને દમણ-દિવના શહેરી વિકાસ વિભાગ દ્વારા સોલિડ વેસ્ટ (હેન્ડલિંગ એન્ડ મેનેજમેન્ટ) બાયલોઝ-2026 અંતર્ગત જાહેર કરવામાં આવ્યા છે. ઉદ્દેશ સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીને વધુ અસરકારક બનાવવાનો છે.
કચરાનું વર્ગીકરણ
કચરાનું વર્ગીકરણ અને સોંપવાની કાર્યવાહી નવા બાયલોઝ મુજબ દરેક ઘર, વેપારી સંસ્થા, હોટલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીએ કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવાની ફરજ રહેશે. કચરાને ચાર વર્ગમાં અલગ રાખવામાં આવશે: ભીનો, સૂકો, સેનેટરી અને સ્પેશિયલ કેર, અને વર્ગીકૃત કચરો નગરપાલિકાના અધિકૃત વાહનોને સોંપવવો ફરજીયત રહેશે.
દંડની વ્યવસ્થા
દંડની શ્રેણી નિયમો ઉલ્લંઘન કરનારાઓ માટે દંડાત્મક વ્યવસ્થા કરવામાં આવી છે. બાયલોઝમાં સામાન્ય દંડની રેન્જ તરીકે 100 થી 50,000 રૂપિયા સુધી ઉલ્લેખવામાં આવી છે. ઘરેલુ સ્તર પર વર્ગીકરણ ન કરવાનાં મુદ્દે બાયલોઝમાં જણાવાયું છે કે “પ્રથમ પાંચ ગુના સુધી રૂપિયા 100 અને વારંવારના ગુનામાં રૂપિયા 1,000 સુધીનો દંડ ફટકારાશે.”
બલ્ક વેસ્ટ જનરેટર એટલે કે મોટા પ્રમાણમાં કચરો પેદા કરતી સંસ્થાઓ માટે દંડ વધુ કડક રાખવામાં આવ્યો છે: આવી સંસ્થાઓ માટે રૂપિયા 1,000 અને પુનરાવર્તિત માટે રૂપિયા 10,000 સુધીનો દંડ થઈ શકે છે.
પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ
નવા નિયમોમાં પ્લાસ્ટિકની થેલીઓ, સિંગલ‑યૂઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અને થર્મોકોલની ડિસ્પોઝલ વસ્તુઓ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને આયાત માટે બાયલોઝ મુજબ દંડની વ્યવસ્થા આવી છે: પ્રથમ પાંચ ગુનાઓ માટે રૂપિયા 5,000 અને પુનરાવર્તિત ગુનામાં રૂપિયા 50,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે.
બલ્ક વેસ્ટ જનરેટર માટે માપદંડ
બલ્ક વેસ્ટ જનરેટર માટે માપદંડ અને નોંધણી બાયલોઝમાં બલ્ક વેસ્ટ જનરેટર માટે નિર્ધારિત માપદંડ નીચે મુજબ છે: 20,000 ચોરસ મીટર કે તેથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી બિલ્ડિંગો, દરરોજ 40,000 લિટર કે તેથી વધુનો પાણીનો વપરાશ કરતી સંસ્થાઓ, અને દરરોજ 100 કિલો કે તેથી વધુ કચરો પેદા કરતી સંસ્થાઓ આ પ્રકારની સંસ્થાઓને સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાની વ્યવસ્થા કરવી ફરજીયત રહેશે.
અન્ય નિયમો
અન્ય મુખ્ય નિયમો નવા નિયમો હેઠળ ઘરેલું, વ્યાપારી અને જોખમી કચરો રસ્તાની બાજુએ કે જાહેર અથવા ખાનગી સ્થળે સળગાવવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંધકામ અથવા તોડફોડમાંથી નીકળતા કચરાને અલગ રાખીને નિર્દિષ્ટ વ્યવસ્થાના પ્રમાણે નિકાલ કરવાનો દેશહુકમ છે. જાહેર સ્થળોમાં કચરો ફેંકવા, વાહનમાંથી કચરો ઉતારવા અને પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ માટે પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે.