CM શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના ખેડૂતો માટે 3 મોટી જાહેરાતો કરી

CM શુભેન્દુ અધિકારીએ ખેડૂતો માટે 3 મહત્વપૂર્ણ જાહેરાતો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે (25 સપ્ટેમ્બર) રાજ્યના ખેડૂતો માટે ત્રણ મોટા પગલાંની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમની સરકાર રાજ્યના લગભગ 4 લાખ ખેડૂતોને વીજળી પર પ્રતિ યુનિટ 2 રૂની સબસિડી આપશે.

સાથે તેમણે કહ્યું કે PM-KISAN યોજન અંતર્ગત હાલની 6,000 રૂની સહાયને વધારીને હવે 9,000 રૂ કરવામાં આવશે અને ખેડૂતો જે માત્રામાં ધાન વેચવા માંગશે તે બધું રાજ્ય સરકાર ખરીદશે અને ધાન માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) 2,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેશે.

CMની 3 મુખ્ય જાહેરાતો

  • ખેડૂત સહાય માટે વીજળી સબસિડી: રાજ્યના લગભગ 4 લાખ ખેડૂતોને પ્રતિ યુનિટ 2 રૂની સબસિડી આપવામાં આવશે.
  • PM-KISAN સહાયમાં વધારો: PM-KISAN હેઠળ આપાતી સહાયક રકમ હાલના 6,000 રૂના બદલે હવે 9,000 રૂ કરવામાં આવશે.
  • ધાન ખરીદી અને MSP: રાજ્ય સરકાર ખેડૂતોએ વેચવા માંગતા જેટલું પણ ધાન હશે તે બધું ખરીદશે અને તેના માટે MSP 2,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેશે.

અધિકારીએ પૂર્વ સરકાર પર આક્ષેપ કર્યો અને જણાવ્યું કે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સરકારે ખેડૂતોને હેરાન કર્યા હતા. તેમણે કહ્યું, “વચેટિયા કે એજન્ટો માટે કોઈ સ્થાન રહેશે નહીં. ધારાસભ્યો ખેડૂતોના વાલી તરીકે કામ કરશે.”

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 1 લાખ નોકરીઓ આપશે અને ભરતી પ્રક્રિયા પારદર્શક રહેશે.

અડાણી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન

મુખ્યમંત્રીએ કોલકાતાના ન્યૂ ટાઉનમાં ગરીબો માટે 2,000 બેડની હોસ્પિટલનું શિલાન્યાસ કર્યું હતું. તેમણે અડાણી ગ્રુપને રાજ્યમાં વધુ રોકાણ કરવાની અપીલ કરી અને કહ્યું કે આ પ્રોજેક્ટ ન્યૂ ટાઉનમાં હેલ્થકેર સિટીની ધરા બનશે.

શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે અડાણી આરોગ્ય મંદિર 51.75 એકર જમીનમાં બનાવવામાં આવશે અને આર્થિક રીતે નબળા દર્દીઓ માટે 1,000 બેડ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે આ પ્રોજેક્ટને “બંગાળ માટે ઐતિહાસિક દિવસ” ગણાવ્યો.