છત્રાલ GIDCમાં દુર્ઘટના
ગાંધીનગરના છત્રાલ GIDCમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગરમ કેમિકલ વહન કરતી પાઇપ ફાટતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 4 કામદારોના મોત નીપજા છે. મૃતકોના નામ વિનોદકુમાર સિંહ, લક્ષ્મણ મીણા, સિકંદર દેહરી અને તેડા દેહરી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.