ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું, ગાસા હોટ સ્પ્રિંગ વહી ગયો; બંગાળ-આસામમાં પૂર માટે એલર્ટ, 10 હજાર લોકોને સ્થળાંતર

ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું

ભૂતાનના ગાસા જિલ્લામાં શિન્તાફૂ તળાવમાંથી ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ (GLOF) થતા પાણીનો ભારિયો પ્રવાહ બહાર નીકળ્યો છે. આ પૂરના પ્રવાહમાં ગાસાનું પ્રખ્યાત ગરમ પાણીનું કુંડ ગાસા ત્સાચૂ સંપૂર્ણપણે વહી ગયું છે અને પુનાખા-ગાસા હાઈવેનો એક ભાગ તૂટી જતા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઘટનાની સમયરેખા અને સ્થળ ગાસા જિલ્લાના લુંગો અને લાયા ગેઓગ વિસ્તારમાં આવેલ શિન્તાફૂ તશો તળાવમાંથી પાણી 29 ઓક્ટોબરની સાંજે અચાનક બહાર નીકળવાનું શરૂ થયું. આ તળાવ વાકિલા પર્વતની નીચે આવેલું છે અને ભૂતાનનાં 17 સંભવિત જોખમી ગ્લેશિયર તળાવોમાં સામેલ ગણાય છે.

તળાવમાંથી નીકળેલું પાણી મો છૂ નદીના જળગ્રહણ વિસ્તારમાંથી આગળ વધ્યું અને રાત્રે લગભગ 8:15 વાગ્યે તાકત્સેમાખાંગ વિસ્તારમાં પહોંચી હોવાની જાણ મળી છે. ભૂતાનમાં થયેલા નુકસાન અને અસર પાણીના તેજ પ્રવાહથી ગાસા ત્સાચૂ હોટ સ્પ્રિંગની આસપાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ નુકસાનમાં આવ્યા છે.

પુનાખા-ગાસા હાઇવેના દ્જોમલિંગથાંગ વિસ્તારમાં રોડ પર કાટમાળ જમા થઈ ગયો છે અને લાયા ગામ તરફ જતો રસ્તાનો એક ભાગ પાણીના પ્રવાહમાં વહી ગયો છે, જેના કારણે તે માર્ગ પર અવરજવર રોકી દેવાઈ છે. પુનાખા જિલ્લામાં ગૂમા ગેઓગમાં સ્થાપિત સૌર ઊર્જાથી ચાલતી સિંચાઈ સિસ્ટમ તૂટી ગઇ અને તે બંધ પડી ગઈ છે.

શિંગચાલા નદીમાં પૂર આવતા પાણી ગામોમાં ઘૂસી ચૂક્યું છે. ભારતમાં એલર્ટ અને રાહત કામગીરી હિમનદી તળાવ ફાટ્યા બાદ સંકોશ નદીનું જળસ્તર વધી ગયું છે. સંકોશ નદી પશ્ચિમ બંગાળ અને આસામના માર્ગે વહે છે, તેથી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને કૂચબિહારમાં હાઇ અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

અલીપુરદ્વારમાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાયરન વગાડીને લોકોને સતર્ક કરી રહ્યું છે. આગળની સ્થિતિ NDRF, SDRF અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તહેનાત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે શિન્તાફૂ તળાવમાંથી નીકળેલું પૂરનું પાણી 6થી 8 કલાકમાં ભારત-ભૂતાન સરહદ સુધી પહોંચી શકે તેવી આશંકા છે. આ પ્રવાહ મો છૂ અને ફો છૂ નદીઓમાંથી પસાર થઈને પુનાત્સાંગછૂ નદીમાં પહોંચી આગળ સંકોશ તરીકે વહે છે અને બાદમાં આસામમાં બ્રહ્મપુત્ર સાથે મળે તેવી શક્યતા છે. માત્રની આશંકાને પગલે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને જલપાઈગુડી તથા આસામના ધુબરી સહિત નદીકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.