GSRTCને દિવાળીના તહેવાઓમાં ઑનલાઈન ટિકિટ બુકિંગમાં રેકોર્ડ: બે દિવસમાં 2,96,885 મુસાફરો, આવક 7.19 કરોડ

GSRTCની ઑનલાઈન ટિકિટ બુકિંગમાં નવો રેકોર્ડ

દિવાળી અને ભાઈબીજના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ઑનલાઈન ટિકિટ બુકિંગમાં નવો રેકોર્ડ નોંધાયો છે. GSRTC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 11 અને 12 નવેમ્બરના બે દિવસમાં કુલ 2,96,885 મુસાફરો દ્વારા ઑનલાઈન ટિકિટ બુક કરાયા અને નિગમને કુલ 7.19 કરોડ રૂપિયાથી વધુની આવક પહોંચી.

નિગમે જણાવ્યું કે 11 નવેમ્બરે બનાવાયેલ પોતાના જ રેકોર્ડને માત્ર 24 કલાકમાં તોડી દેવામાં આવ્યો. બે દિવસની કુલ બુકિંગ અને આવક GSRTC દ્વારા આપેલા આંકડાઓ પ્રમાણે 11 અને 12 નવેમ્બર દરમિયાન કુલ 2,96,885 બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું અને નિગમને કુલ 7.19 કરોડ રૂપિયાની આવક મળી.

બુકિંગની વિગતો

દિવસવાર વિગતો GSRTCના આંકડાઓ અનુસાર દિવસવાર વિવરણ આ મુજબ છે: 11 નવેમ્બર: 1,46,875 બેઠકનું ઑનલાઈન બુકિંગ; આવક 3.55 કરોડ રૂપિયા. 12 નવેમ્બર: 1,50,010 બેઠકનું ઑનલાઈન બુકિંગ; આવક 3.64 કરોડ રૂપિયા. 12 નવેમ્બરે પહેલા રેકોર્ડની તુલનામાં એક જ દિવસે 3,135 વધુ બેઠકો બુક થઈ અને આવકમાં 9.38 લાખ રૂપિયાનો વધારો નોંધાયો.

મોબાઇલ એપ દ્વારા બુકિંગ

મોબાઇલ એપ દ્વારા બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. 11 નવેમ્બરે એપ દ્વારા 99,402 બેઠકો બુક થઈ અને તેમથી આવક 2.26 કરોડ રૂપિયા રહી. 12 નવેમ્બરે એપ દ્વારા બુકિંગ 1,00,283 સુધી પહોંચી અને આવક 2.30 કરોડ રૂપિયા નોંધાઈ.

નિગમે જણાવ્યું છે કે પારદર્શક અને સરળ ઑનલાઇન સુવિધાઓના કારણે મુસાફરો ડિજિટલ પ્લેટફોર્મ તરફ વધુ ઝુક્યા છે. દેશભરના ST યુનિટ્સમાં GSRTCનું સ્થાન જાહેર કરેલા આ આંકડાઓના આધાર પર GSRTC સતત 7મા વર્ષે ડિજિટલ ટિકિટ બુકિંગ અને આવકના મામલામાં દેશભરના તમામ રાજ્ય પરિવહન નિગમો (STU)માં ‘નંબર 1’ પદ પર છે.