ભારતની અર્થવ્યવસ્થા
રક્ષામંત્રીએ મંગળવારે શ્રીલંકાના કોલંબોમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા લગભગ બમણી થઇ ગઈ છે અને હાલમાં દેશનો GDP વૃદ્ધિદર આશરે 7.8 ટકા છે.
આર્થિક વિકાસમાં ભારતનો ફાળો
રક્ષામંત્રીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનો ફાળો 16 ટકાથી વધુ છે. આઝાદીના બાદ ભારતની અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં લગભગ 60 વર્ષ લાગ્યા હતા. વર્ષ 2014માં દેશની અર્થવ્યવસ્થાનું કદ આશરે 2 ટ્રિલિયન ડોલર હતું અને ત્યારપછી છેલ્લા 10-12 વર્ષમાં તે લગભગ બમણું થયું છે.
મોંઘવારી અને નિકાસ
મોંઘવારી અંગે નિવેદન આપતા રક્ષામંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના છેલ્લા 12 વર્ષમાં સરેરાશ મોંઘવારી દર આશરે 4.7 ટકા રહ્યો છે. તેમણે વધુ જણાવ્યું કે રોકાણ અને નિકાસમાં ભારતની વૈશ્વિક ભાગીદારી સતત વધી રહી છે.
ટ્રેડ ડીલ્સ અને EU એગ્રીમેન્ટ
રક્ષામંત્રીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતે 38 દેશો સાથે ટ્રેડ ડીલ્સ કર્યા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ‘મધર ઑફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે.
ગરીબી અને ડિજિટલ પરિવર્તન
રક્ષામંત્રીએ ગરીબી અને ડિજિટલ કનેક્ટિવિટીના આંકડાઓ પણ રજૂ કર્યા. ગ્રામિણ વિસ્તારોમાં ગરીબી દર 18.4 ટકાથી ઘટીને 2022-23માં 2.8 ટકા થયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ છે.