ભારતમાં Apple Pay નો પ્રારંભ: એક્સિસ બેન્ક બની પાર્ટનર, Face ID/Touch IDથી પિન કે OTP વગર પેમેન્ટ

Apple Pay ભારતમાં શરૂ

એપલે ભારતમાં પોતાની લોકપ્રિય કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસ Apple Pay સત્તાવાર રીતે લોન્ચ કરી છે. શરૂઆતમાં એપલે Axis Bank સાથે ભાગીદારી કરી છે અને પ્રારંભિક તબક્કે Axis Bank દ્વારા ઇશ્યૂ થતા Visa અને Mastercard ક્રેડિટ કાર્ડધારકોને આ સુવિધા આપવામાં આવી છે.

હવે iPhone, iPad અને Apple Watch વપરાશકર્તા પિન કે OTP દાખલ કર્યા વિના Face ID અથવા Touch ID દ્વારા સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકશે. શરૂઆત અને ઉપલબ્ધતા પ્રારંભિક તબક્કે એક્સિસ બેન્કના એલીજિબલ ક્રેડિટ કાર્ડધારકો તેમના કાર્ડને Apple Walletમાં ઉમેરીને દેશભરના મોલ, સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ તેમજ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર Apple Pay મારફતે પેમેન્ટ કરી શકશે.

પેમેન્ટ પ્રક્રિયા

Apple Pay માં ટ્રાન્ઝેક્શન માટે કાર્ડનો ગુપ્ત પિન અથવા OTP દાખલ કરવાની જરૂર રહેશે નહીં. યુઝર્સ પોતાના ઉપકરણ પર Face ID અથવા Touch ID બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા પેમેન્ટ તરત પૂર્ણ કરી શકશે.

સુરક્ષા અને પ્રાઇવસી

એપલે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોના મૂળ ક્રેડિટ કાર્ડ નંબરને એપલના સર્વર પર સ્ટોર અથવા વેપારીઓ સાથે શેર કરવામાં આવતું નથી. તેના બદલે ટ્રાન્ઝેક્શન્સ માટે એન્ક્રિપ્ટ કરાયેલ એક વિશેષ ડિવાઇસ એકાઉન્ટ નંબર અને ટોકનાઇઝેશન તકનીકનો ઉપયોગ થાય છે, જેથી ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહે.

કયા ઉપકરણો પર ચાલશે?

iPhone: iOS 18 કે તે પછીનાં વર્ઝન પર ચાલતા iPhone XR અથવા ત્યારબાદના મોડેલ્સ.
Apple Watch: watchOS 11 કે તે પછીનાં વર્ઝન ધરાવતા Apple Watch Series 6 અથવા ત્યારબાદનાં મોડેલ્સ.
Mac: આગામી દિવસોમાં Mac માટે પણ Apple Pay સપોર્ટ રોલ‑આઉટ કરવામાં આવશે.

એપલનું નિવેદન અને આગળની યોજના

Apple Wallet અને Apple Pay ના વાઇસ પ્રમુખ જેનિફર બેઇલીએ કહ્યું છે, “ભારત એક ઝડપથી ડિજિટલ બની રહેલો દેશ છે. અહીંના યુઝર્સ સુરક્ષા અને પ્રાઇવેસી સાથે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપે છે, તેથી અમે ભારતમાં એપલ પે લાવવામાં માટે અત્યંત ઉત્સાહિત છીએ.” સંબંધિત રિપોર્ટ અનુસાર આગામી સમયમાં અન્ય અગ્રણી બેંકોને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.