ગાંધીનગર વોર્ડ-૩: અંકિત બારોટ ભાજપમાં જોડાતા મતદારોમાં રોષ

ગાંધીનગર વોર્ડ-૩માં અંકિત બારોટના જોડાવાનો આક્રોશ

ગાંધીનગરમાં વોર્ડ -૩ માં કોંગ્રેસના મતદારો ઝંખી રહ્યા છે હવે વફાદાર ઉમેદવાર ગાંધીનગર વોર્ડ -૩ માંથી કોંગ્રેસની ટિકિટ ઉપર જીતેલા અંકિત બારોટ સામે મતદારોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ગઢ સમાન ગણાતી આ બેઠક ઉપર કોંગ્રેસના પીઢ નેતા એવા અશ્વિનભાઈ બારોટના પુત્ર તરીકે કોંગ્રેસે અંકિતભાઈને ટિકિટ ફાળવી હતી.

જો કે કોંગ્રેસે અંકિતભાઈ ઉપર મુકેલા વિશ્વાસને દગો આપીને વોર્ડ – ૩ ના આ યુવા કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા હતા. જેના કારણે મતદારોને જબ્બર આંચકો લાગ્યો હતો. કોંગ્રેસી વિચારધારાને વરેલા મતદારોનો, અંકિત બારોટને કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટણી જીતાડવામાં મહત્વનો ફાળો રહ્યો હતો.

એમ છતાં મતદારોના વિશ્વાસનો ભંગ કરીને ભાજપને પાટલે જઈને બેઠેલા અંકિત બારોટ માટે હવે વોર્ડ -૩ માં ઉમેદવારી નોંધાવવાનું કામ, નેવાના પાણી મોભે ચડાવવા જેટલું કપરૂ છે.