અનિતા કંવલ આર્થિક સંકટમાં
પીઢ ટીવી અને ફિલ્મ અભિનેત્રી અનિતા કંવલે એક ઈન્ટરવ્યુમાં પોતાના આર્થિક સંકટ અને કામ મેળવવા માટેના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમની પાસેની બચત આગામી 1 વર્ષમાં ખતમ થઈ જશે અને તેથી તેમને તાત્કાલિક રીતે નોકરીની જરૂર છે, છતાં ઓડિશન આપતા હોવા છતાં તેમને નક્કર કામ મળતું નથી.
આર્થિક સ્થિતિ અને લાગણી ઈન્ટરવ્યૂમાં અનિતાએ પોતાની લાચારીની વાત કરી અને જણાવ્યું, “મને કમાવવાની સખત જરૂર છે.” તેમણે કહ્યું કે તેમનાં પરિવારના સભ્યો મદદ કરવા ઈચ્છે છે, પરંતુ તેઓ પોતાના બાળકો પાસે પૈસા લેવા ઇચ્છતી નથી અને આત્મનિર્ભર રહેવા ઈચ્છે છે.
અનિતાએ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન ઉઠાવ્યો કે “આગામી 10-12 વર્ષ જીવવું પડશે તો શું કરીશ?” અને જણાવ્યું કે તેમનું પોતાનું ઘર જ તેમની એકમાત્ર સંપત્તિ છે.
ઓડિશન અને કામ મળવામાં મુશ્કેલી
અનિતાએ કહ્યું કે ઉદ્યોગમાં લાંબો અનુભવ હોવા છતાં આજે તેમને કામ મળતું નથી. તેમનું કહેવું હતું કે “આજના નવા કલાકારો તો એ પણ નથી જાણતા કે મેં પહેલાં કેવું અને કેટલું કામ કર્યું છે.” તેમણે જણાવ્યું કે આજકાલ પણ તેઓ ઓડિશન માટે જાય છે અને કાસ્ટિંગ ડાયરેક્ટર્સને મળે છે, છતાં ક્યાંયથી કોઇ નક્કર ઓફર નથી આવી રહી.
અનિતાએ જણાવ્યું કે તેમને પહેલા 21 વર્ષની યુવતીના રોલ પણ ઓફર થતા હતા.
કેરિયરના અવસરો અને યાદગાર અનુભવ
ઈન્ટરવ્યૂમાં અનિતાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કભી હાં કભી ના’માં કામ કરવાના અનુભવને યાદ કરીને જણાવ્યું કે તે સમયના અનુભવ તેમના માટે મહત્વપૂર્ણ રહ્યા. તેમાએ 2003ની ફિલ્મ ‘ગંગાજળ’માં નિર્માતા પ્રકાશ ઝા સાથે કામ કરવાનો અનુભવ પણ યાદ કર્યો અને કહ્યું કે ફિલ્મની સફળતાના બાદ પ્રકાશ ઝાએ તમામ કલાકારોને એક્સ્ટ્રા ચેક (બોનસ ચુકવણી) આપી સન્માનિત કર્યું હતું, જે વાત તેઓ ભૂલી શકશે નહીં.