ઉત્તર ભારત જતા મુસાફરો માટે રાહત: અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે 2 વન-વે સ્પેશિયલ ટ્રેન ચાલશે

ઉત્તર ભારત જતા મુસાફરો માટે રાહત

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી મુસાફરીની ભીડને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનો 21 અને 22 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરોને રાહત આપશે.

ટિકિટ બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) પર શરૂ કરવામાં આવી છે.

ટ્રેનની વિગતો

ટ્રેન નંબર 09457: અમદાવાદ–મુઝફ્ફરપુર વન-વે સ્પેશિયલ ટ્રેન નંબર: 09457 તારીખ અને સમય: આ ટ્રેન 21 નવેમ્બર 2026એ અમદાવાદ સ્ટેશનથી બપોરે 15:30 વાગ્યે ઉપડી અને ત્રીજા દિવસે સોમવારે સવારે 02:55 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. મુખ્ય સ્ટોપેજ: આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ, આગ્રા, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપૂર, દેવરિયા, સદર, છપરા, સોનપુર, હાજીપુર.

ટ્રેન નંબર 09459: અમદાવાદ–બરૌની વન-વે સ્પેશિયલ ટ્રેન નંબર: 09459 તારીખ અને સમય: આ ટ્રેન 22 નવેમ્બર 2026એ અમદાવાદ સ્ટેશનથી રાત્રે 01:00 વાગ્યે ઉપડી અને બીજા દિવસે સોમવારે રાત્રે 20:00 વાગ્યે બરૌની પહોંચશે. મુખ્ય સ્ટોપેજ: આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઈદગાહ, આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપૂર, નરકટિયાગંજ, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, કોચ.

સુવિધા અને ટિકિટ બુકિંગ રેલવે તંત્રના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09457 અને 09459માં સ્લીપર તથા સામાન્ય શ્રેણી (જનરલ) ના કોચ લગાવવામાં આવ્યા છે, જેથી સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકે. આરક્ષિત ટિકિટોનું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) પર શરૂ કરવામાં આવ્યું છે.