અમદાવાદના ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી ₹8 કરોડથી વધુની ઠગાઈ, 1 વર્ષથી ફરાર મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો!

અમદાવાદના ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી ₹8 કરોડથી વધુની ઠગાઈ

સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના 88 વર્ષીય ડૉક્ટરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી તરીકે ધમકાવી ‘ડિજિટલ એરેસ્ટ’ બતાવી રૂ.8.05 કરોડથી વધુની ઠગાઈ કરનાર વોન્ટેડ આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણને ઉધના દરવાજા નજીકથી ઝડપી પાડ્યો છે. પોલીસ સૂચના મુજબ ઠગોએ ડૉક્ટરના ડિમેટ એકાઉન્ટમાં રહેલા શેર વેચાવી અને RTGS દ્વારા જુદા‑જુદા ટ્રાન્ઝેક્શનો દ્વારા કુલ રૂ.8,05,50,000 ઉપાડ્યા હોવાનું બતાવવામાં આવે છે.

આરોપી લગભગ 1 વર્ષથી ફરાર હતો અને તેની કબજો આગળની કાર્યવાહી માટે અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. ઘટનાની વિગત પોલીસ જણાવી રહી છે કે અમદાવાદના બોડકદેવ/પાલડી વિસ્તારમાં રહેતા જાણીતાં 88 વર્ષીય ડૉ. હેમંત ભાસ્કરરાવ ઠાકોરને ઓગસ્ટ 2025 દરમિયાન અજાણ્યા નંબરો પરથી વોટ્સએપ કોલ આવ્યા હતાં.

ઠગોએ પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મુંબઇના અધિકારી તરીકે આપીને, ‘જેટ એરવેઝના નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ’નો ઉલ્લેખ કરતાં ડૉક્ટરના કેનરા બેંક ખાતામાં રૂ.5 લાખ જમા હોવાનું કહી દેશવિરોધી ગુનામાં જોડાણનો ભય પેદા કર્યા હતા. ઠગોએ દિલ્હીના કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામના બનાવટી પત્રો, બનાવટી ડેબિટ કાર્ડ અને સરકારી સીલ વાળા લેટર્સ વોટ્સએપ પર મોકલી તેમને માનસિક દબાણમાં મૂક્યા હતા.

કેવી રીતે ઠગાઈ થઇ? પોલીસના જણાવ્યાના અનુસાર આરોપીઓ ડૉક્ટરને ધમકી આપી જણાવતા હતા કે આ એક ગંભીર દેશવિરોધી કેસ છે અને કોઈને વાત કરશો તો 40 દિવસ માટે જેલમાં જવું પડશે. વીડિયો કલ દ્વારા ડૉક્ટરને 24 કલાક નજર હેઠળ રાખતા હોવાનું પોલીસ દાવો છે.

ત્યાંથી ડૉક્ટરના ડિમેટ એકાઉન્ટની શેરો વેચાવી અને બેંકમાંથી RTGS દ્વારા અલગ‑અલગ 7 ટ્રાન્ઝેક્શનો દ્વારા કુલ રૂ.8,05,50,000 મેળવવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી અને ધરપકડ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની સર્વેલન્સ ટીમને મળેલ ચોક્કસ ખોબીના આધારે ઉધના દરવાજા નજીક ચાર રસ્તા પાસેથી આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ (ઉં.વ.37, રહે. સેળાવદર-તળાજા, ભાવનગર/હાલ રહે. ઉનગામ, સુરત)ને ઝડપી પાડવામાં આવ્યો છે.

પકડાયેલાનો કબજો આગળની કાર્યવાહી માટે અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. અગાઉનો કેસ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હરિયાણાના ગુરુગ્રામ સાયબર ક્રાઈમ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ એક વૃદ્ધ ડૉક્ટર સાથે રૂ.3.03 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈનો ગુનો નોંધાયેલો છે.

સાવચેતીની અપીલ પોલીસ અને સાયબર જાગૃતિ સંસ્થાઓની સૂચના પ્રમાણે કોઈ પણ સરકારી એજન્સી (જેમ કે CBI, ED કે પોલીસ) ક્યારેય વોટ્સએપ કે વીડિયો કોલ દ્વારા ‘ડિજિટલ એરેસ્ટ’ કરી નાણાંની માંગણી નથી કરતી. જો કોઇ તમને વીડિયો કોલ પર પોલીસ કે સરકારી અધિકારી બતાવી પૈસા માંગે તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.