આડા સંબંધ ઝઘડો મામલે દુઃખદ ઘટના
સાવલી તાલુકાના મોક્સી ગામમાં આડા સંબંધના આરોપને લઈને થયેલા ઝઘડામાં પતિ અને પત્ની બંને દાઝી ગયા છે. પ્રાથમિક માહિતી અનુસાર બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત મુજબ, તળાવ ફળિયા વિસ્તારમાં રહેતા મનોજ કાભઇ રાઠોડે અને તેની પત્ની સોનલ વચ્ચે વહેલી સવારે આડા સંબંધને લઈને ઝઘડો થયો હતો. મનોજે સોનલ પર આડા સંબંધનો આરોપ લગાવ્યો હતો અને બાઈકમાંથી એક બોટલમાં પેટ્રોલ ભરી લાવ્યો હતો.
મનોજે પોતે સળગવાની ધમકી આપી માચિસ શોધતી થઈ ગયો હતો. આ દરમિયાન, સોનલે પોતે પેટ્રોલ ભરેલી બોટલ લઇ તેના શરીર પર પેટ્રોલ છાંટી લીધી અને દીવા પર સાડીનો છેડો લગાવવાના કારણે તે દાઝી ગઈ. તેને બુઝાવવા જતા તેના પતિ મનોજ પણ દાઝી ગયો.
બન્નેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમના ઈલાજની પ્રક્રિયા ચાલી રહી છે.