મુંબઈમાં ખરાબ હવામાનને કારણે ચાર ફ્લાઇટ્સ વડોદરા ડાયવર્ટ કરાઈ

મુંબઈમાં ખરાબ હવામાન

ખરાબ હવામાનના કારણે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ અસરગ્રસ્ત થતાં રસ્તો સુરક્ષિત રાખવા માટે ચાર ફ્લાઇટ્સને વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી અને સ્થળના સૂત્રો અનુસાર, તમામ વિમાનોનું વડોદરામાં સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે અને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં AI 2447 — હૈદરાબાદથી મુંબઈ આવતી એર ઇન્ડિયા ફ્લાઇટ, AI 599 — વિજયવાડાથી મુંબઈ આવતી એર ઇન્ડિયા ફ્લાઇટ, AI 1780 — ઇન્દોરથી મુંબઈ આવતી એર ઇન્ડિયા ફ્લાઇટ અને 6E 329 — દિલ્હીથી મુંબઈ આવતી ઇન્ડિગો ફ્લાઇટનો સમાવેશ થાય છે. વડોદરા એરપોર્ટ પર વ્યવસ્થાઓ સૂત્રોએ જણાવ્યું હતું કે પાઇલટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા મુંબઇમાં હવામાનને ધ્યાનમાં લઈને ત્વરિત નિર્ણય કરીને આ વિમાનો વડોદરામાં ઉતારવામાં આવ્યા.

હાલ આ તમામ વિમાનો વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવી છે અને એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ અને સહાયતા આપવામાં આવી રહી છે. હવામાન સુધરતા રવાના સંબંધિત સૂત્રો અનુસાર, હવામાનમાં સુધારો થયા બાદ આ ફ્લાઇટ્સ ફરી રવાના કરવામાં આવશે. નોંધનીય રીતે, હવામાન સુધરતા મોડી રાત્રે 9.30 વાગ્યે હૈદરાબાદની ફ્લાઇટ રવાના થઈ હતી.