ગુજરાતના 21 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
અમદાવાદ હવામાન વિભાગે 18 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 1:00 વાગ્યે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. આગાહી પ્રમાણે આગામી 3 કલાકમાં રાજ્યના 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદના વર્તમાનપ્રવાહની શક્યતા છે.
બુલેટિન સારાંશ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા મોકલવામાં આવેલ નાઉકાસ્ટ બુલેટિન મુજબ આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, ગિર સોમનાથ, દીવ, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થાનોએ મધ્યમ વરસાદ (5 થી 15 મિમી) થવાની શક્યતા છે.
હવાઈ અને વીજળીનો ખતરો આ વિસ્તારોમાં ગાજવીજ સાથે 41 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકી શકે છે અને વીજળી પડવાની શક્યતા 30% થી 60% સુધી દર્શાવવામાં આવી છે.
આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હળવા પ્રકારનો વરસાદ અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આ વિસ્તારોમાં હળવા ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા 30% કરતાં ઓછી હોવાનું પણ બુલેટિનમાં જણાવાયું છે.
હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતી પગલાં લેવાની અનુરોધ કર્યો છે, તેમજ તાત્કાલિક હવામાન અપડેટ્સ પર નજર રાખવા જણાવ્યું છે.