દિવાળી વેકેશન ટ્રેનોમાં વધારાના કોચ
દિવાળીની રજાઓ પૂરી થતાં બહારગામ ગયા મુસાફરો પરત ફરતા ટ્રેનોમાં ભીડને ધ્યાને લઈને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મહત્વનો નિર્ણય લીધો છે. 13 થી 17 નવેમ્બરના સમયગાળામાં ચાર જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે કુલ 8 વધારાના કોચ જોડવામાં આવશે. આ કોચોમાં થર્ડ AC અને સ્લીપર ક્લાસનો સમાવેશ થાય છે અને તેની મદદથી હજારો મુસાફરોને કન્ફર્મ સીટ મળવાની શક્યતા વધશે.
વધારાના કોચની વિગત અમદાવાદ મંડળની યાદી અનુસાર નીચેની ટ્રેનોમાં નિર્ધારિત તારીખો પર વધારાના કોચ લાગશે:
- 19223 સાબરમતી – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ.
- 19224 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – સાબરમતી એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ.
- 09424 અમદાવાદ – મંગલુરુ સ્પેશિયલ: 13 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ.
- 09423 મંગલુરુ – અમદાવાદ સ્પેશિયલ: 14 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ.
- 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ એક્સપ્રેસ: 16 અને 17 નવેમ્બર દરમિયાન 1 સ્લીપર કોચ.
- 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બર દરમિયાન 1 સ્લીપર કોચ.
- 19411 ગાંધીનગર કેપિટલ – દૌલતપુર ચોક એક્સપ્રેસ: 14 અને 15 નવેમ્બર દરમિયાન 1 સ્લીપર કોચ.
- 19412 દૌલતપુર ચોક – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બર દરમિયાન 1 સ્લીપર કોચ.
કેના માટે અને ક્યાંથી લાભ મળશે આ પગલાનો ઉદ્દેશ પરત ફરતા મુસાફરોની વધતી ભીડ અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવાનો છે. ખાસ કરીને ઉત્તર ભારત (કટરા, દૌલતપુર ચોક), દક્ષિણ ભારત (મંગલુરુ) અને સૌરાષ્ટ્ર (વેરાવળ) તરફથી અમદાવાદ અને ગાંધીનગર પરત ફરતા મુસાફરોને આ પગલાથી લાભ મળવાની અપેક્ષા રાખવામાં આવે છે.