દિવાળીના દિવસે હવાની ગુણવત્તા ગંભીર બની
દિલ્હીમાં દિવાળીના સેલિબ્રેશનના કારણે હવાની ગુણવત્તા ગંભીર રીતે ખરાબ બની ગઈ છે. રવિવારે (8 નવેમ્બર) શહેરનું સરેરાશ AQI 376 નોંધાયું અને મોનિટરિંગમાં દર્શાવાયું કે ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટી જોવા મળી. બહાર ફટાકડા ફોડવાથી, પરિવહન અને પરાલી સળગાવાનાં પ્રદૂષણથી સોમવારે (9 નવેમ્બર) હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાં નોંધાયેલા આંકડા અને વિસ્તારો શહેરમાં સૌથી ઊંચો AQI જહાંગીરપુરીમાં 463 નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણ ઊંચુ રહ્યું. અમદાવાદમાં ફટાકડાના ધુમાડાના અસરથી વિઝિબિલિટી ઘટી અને ત્યાં AQI 250ને પાર પહોંચી ગયો છે.
હવા નિરીક્ષણ માટે મોનિટરીંગ સ્ટેશનો
મોનીટરીંગ સ્ટેશનો અને વર્ગીકરણ દિલ્હીમાં હવા નિરીક્ષણ માટે કુલ 59 મોનિટરિંગ સ્ટેશનો છે. રવિવારે આમાંથી 12 સ્ટેશનોમાં AQI ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો હતો, જ્યારે 22 સ્ટેશનોમાં AQI ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહ્યો. CPCB અનુસાર AQI વર્ગીકરણ 0 થી 50: સારું 51 થી 100: સંતોષકારક 101 થી 200: મધ્યમ 201 થી 300: ખરાબ 301 થી 400: ખૂબ જ ખરાબ 401 થી 500: ગંભીર આરોગ્ય પર અસર.
તબીબોની ચેતવણી તબીબો જણાવે છે કે પ્રદૂષિત હવામાં શ્વસન લેવાનાં કારણે હોસ્પિટલોમાં ખાસ કરીને શ્વાસ સંબંધિત ઈમરજન્સી કેસો વધવાની શક્યતા છે. ઝેરી હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવા પર આંખમાં બળતરા, ગળામાં ઈન્ફેક્શન અને સતત ઉધરસની સમસ્યા થઈ રહી છે. અસ્થમા, બ્રોન્કાઈટીસ અને હૃદયના દર્દીઓ માટે આ સ્થિતિ જોખમરૂપ બની શકે છે અને લાંબા ગાળે ફેફસાના કેન્સરના જોખમમાં પણ વધારો થઈ શકે છે.
માહિતી અનુસાર જયારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 150થી વધુ હોય ત્યારે તેનો અસર સરખો ચાર સિગારેટના ધુમાડા જેટલો ગણવામાં આવે છે. એથી વયોવૃદ્ધો, બાળકો અને શ્વાસના દર્દીઓને વહેલી સવારે કે રાત્રિના સમયે બહાર ન નીકળવાની અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
રાજકીય પ્રતિક્રિયા
પ્રદૂષણ પર રાજકીય પ્રતિક્રિયા પ્રદૂષણને લઈને રાજકીય પ્રતિક્રિયા પણ જોવા મળી છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સરકાર પર સખત આક્ષેપ કરતાં જણાવ્યું છે, “દિલ્હીમાં એક એવી બિનજવાબદાર સરકાર છે, જે એ જાણવા છતાં કે એર ક્વૉલિટી ઇન્ડેક્સ 350-400 સુધી પહોંચી ગયો છે, મુખ્યમંત્રી અને ભારતના ગૃહમંત્રી ફટાકડા ફોડવાની અને વેચવાની મંજૂરી આપી રહ્યા છે. માસૂમ બાળકો અસ્થમાથી પીડિત થઈ રહ્યા છે, વડીલો બીમાર પડી રહ્યા છે અને અમીર લોકો દિલ્હી છોડીને જઈ રહ્યા છે, પરંતુ આ સરકાર માત્ર વૉટ-બૅન્કના રાજકારણમાં જ વ્યસ્ત છે. આ સરકારને જનતાના ભલા સાથે કોઈ લેવાદેવા નથી.”