ચૂંટણી પંચના નવા નિયમો
ચૂંટણી પંચે તેના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પંચની બેઠકોનો એજન્ડા અગાઉથી જાહેર થશે તથા બેઠકમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયોની મિનિટ્સ પણ પ્રકાશિત કરવામાં આવશે.
અધિકારીઓની વિદેશ યાત્રા માટે પૂર્વમંજૂરી
અધિકારીઓની વિદેશ યાત્રા માટે પંચની પૂર્વમંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. અગાઉ આવી પૂર્વમંજૂરીની જોગવાઈ ન હતી.
IT મોડ્યુલની રજૂઆતની પ્રક્રિયા
કોઈપણ નવું IT મોડ્યુલ સીધું પંચ સમક્ષ રજૂ નહીં કરવામાં આવે. એ પહેલા અધિકારીઓની કમિટીને મુકવામાં આવશે અને કમિટીની તપાસ અને મંજૂરી બાદ જ તે પંચમાં રજૂ કરવામાં આવશે.
SIR પ્રક્રિયા અને ફોર્મ-6
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં બદલાવ કરી નવો વ્યવસ્થાપન કરવામાં આવ્યો છે — ઓનલાઇન ફોર્મ-6માંથી વધારાનું ડિક્લેરેશન (Annexure-D) અલગ કરવામાં આવ્યું છે.
ચૂંટણી પંચનો ઉદ્દેશ નવા મતદારોને ઓનલાઈન નોંધણી દરમિયાન પડતી વધારાની મુશ્કેલી ઘટાડવી અને પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવાનું જણાવાયું છે. 26 સપ્ટેમ્બરની બેઠકમાં આ ફેરફારો અંગેના નિર્ણય લેવાયા હતા.
આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની હાજરીમાં નિર્ણય લેવાયા હતા. આ નિર્ણયોની સત્તાવાર માહિતી ચૂંટણી પંચ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના દસ્તાવેજોમાં આપવામાં આવી છે.
પ્રભાવીતા અને પારદર્શિતા બેઠકોના એજન્ડા અને મિનિટ્સ પ્રકાશિત કરવામાં આવતાં હવે તે જાણવા મળશે કે પંચની બેઠકોમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને કયા નિર્ણય લેવાયા.