રાહુલ ગાંધીએ ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’ માટે 1 નવેમ્બરે જોડાવાની અપીલ કરી

રાહુલ ગાંધીએ ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’ માટે 1 નવેમ્બરે જોડાવાની અપીલ કરી

રામલીલા મેદાન, દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’માં દેશવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમણે આ આંદોલનને લોકશાહી, બંધારણની રક્ષા અને ‘વોટ ચોરી’ અટકાવવા માટેનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું? સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય મતોની ચોરી અટકાવવાનો અને લોકશાહીને બચાવવાનો છે. તેમણે કહયું, “આ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ દેશની આત્માને બચાવવાની લડાઈ છે.”

તેમણે એવા લોકોને પણ આ માર્ચમાં આવવા આમંત્રિત કર્યું છે જેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમારથી ત્રાસ અનુભવ્યો હોય અને જે લોકશાહીને અને બંધારણને બચાવવા માંગે છે.

પોલીસ કાર્યવાહી વિશે અપીલ

આંદોલનકારોને પોલીસ કાર્યવાહી અથવા લાઠીચાર્જથી ન ડરવા માટે રાહુલ ગાંધીએ કહ્યું, “પોલીસ કે લાઠીઓની ચિંતા કરવાની જરૂર નથી. ભાજપમાં એટલી તાકાત નથી કે તેઓ પોતાની કોઈ દાનત પાર પાડી શકે.” તેમણે દેશના બંધારણ અને રાષ્ટ્રની રક્ષા માટે સૌને એકસાથે આવવાની વ્હેલી માંગ કરી છે.

વિભિન્ન વિચારધારાના વિદ્યાર્થીઓ અને સંગઠનો માટે આમંત્રણ

રાહુલ ગાંધીએ વિવિધ રાજકીય વિચારધારા ધરાવતાં વિદ્યાર્થી સંગઠનોને પણ આ માર્ચમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે જો કોઈને લાગે કે તેમના અભિવ્યક્તિ અથવા વિચારો પર હુમલો થઈ રહ્યો છે તો તેઓ પક્ષીય ભેદભાવ ભૂલીને આ માર્ચમાં જોડાઈ શકે.

કોંગ્રેસ અને ‘ઈન્ડિયા’ ગઠબંધનની યોજનાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી આ રેલી દ્વારા કોંગ્રેસ અને ‘ઈન્ડિયા’ ગઠબંધન પોતાની તાકાત બતાવવા તૈયાર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે ગઠબંધનના સાંસદો સાથે બેઠકઓ યોજી રહ્યા છે.

માહિતી અનુસાર આ પહેલાં શુક્રવારે ‘મોક પાર્લિયામેન્ટ’ (પ્રતીકાત્મક સંસદ) યોજવાનો યોજના છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમાર સામે પ્રતીકાત્મક ‘મહાભિયોગ’ ચલાવવાની યોજના છે અને ત્યારબાદ 1 નવેમ્બરે વિશાળ રેલી યોજાશે.