Form-6 ફેરફાર અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
બુધવારે સુપ્રિમ કોર્ટે દિલ્હીમાંના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચને સવાલ કર્યો. કોર્ટે પૂછ્યું કે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર રહેલા આશરે 43 લાખ મતદારોમાંથી જેમના નામ ‘સ્થળાંતરિત અથવા ગેરહાજર’ શ્રેણીમાં નોંધાયેલા છે, તેમને ફરીથી નામ જોડવા માટે કેમ Form-6 ભરવા કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ ફોર્મ નવા મતદારોની નોંધણી માટે હોય છે અને આ લોકો પહેલેથી જ મતદાર યાદીમાં સામેલ હતા.
સુપ્રિમ કોર્ટે કહ્યુ કે Form-6, Form-7 અને Form-8માં ફેરફાર કરી શકાય નહીં. ડ્રાફ્ટ મતદાર યાદી અને પ્રભાવિત સંખ્યાઓ સુપ્રિમ કોર્ટની ચર્ચા દરમિયાન પ્રસ્તુત આંકડાઓ અનુસાર, દિલ્હીમાં SIR પહેલાં આશરે 1.45 કરોડ મતદારો નોંધાયેલા હતા. 31 ઑગસ્ટે જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે 97.53 લાખ નામ સામેલ કરવામાં આવ્યા હતા. પરિણામે લગભગ 47.57 લાખ નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રહ્યા અને તેમાં આશરે 43 લાખ નામ ‘સ્થળાંતરિત અથવા ગેરહાજર’ તરીકે વર્ગીકૃત થયાં.
Form-6, Form-7 અને Form-8 નો ઉપયોગ:
- Form-6: મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે
- Form-7: વાંધો નોંધવા અથવા નામ દૂર કરવા માટેની અરજી
- Form-8: નોંધાયેલી માહિતીમાં સુધારો, સરનામું બદલવા અને અન્ય નિર્ધારિત ફેરફારો માટે
Form-6ને લગતો વિવાદ અને સુપ્રીમ કોર્ટમાં અરજી અહેવાલ મુજબ, Form-6 અંગેનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ જણાવ્યુ હતું કે બે ચૂંટણી કમિશનરો SIR સંદર્ભે Form-6માં કરાયેલા ફેરફારો સામે વાંધો ઉઠાવ્યા હતા. આ આધારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વિપક્ષનો મુખ્ય આરોપ એ છે કે ચૂંટણી પંચે નવા મતદારોના ફોર્મમાં SIR સંબંધિત વધારાની ઘોષણા ઉમેરી નિયમોનું ઉલ્લંઘન કર્યું અને પ્રથમ વખત મતદાર બનનારાઓ માટે બિનજરૂરી અવરોધ ઊભો કર્યો છે.