ઈરાનમાં મુસ્લિમ દેશોની બેઠક
અમેરિકાની ધમકીઓ વચ્ચે મિડલ ઈસ્ટના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. ઈરાનની રાજધાની તેહરાનમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે સોમવાર, 26 ઓક્ટોબરના રોજ ચાર-પક્ષીય બેઠક યોજાઈ. બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, ઈઝરાયલ-અમેરિકાની સૈનિક આક્રમકતા અને પશ્ચિમ એશિયાની સ્થિરતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ.
આ બેઠક પાકિસ્તાનના પ્રસ્તાવ તથા ઈરાનની સહમતિથી આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં હાજર પ્રતિનિધિઓમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈ, સાઉદી અરેબિયાનાનો સંરક્ષણ મંત્રી ખાલિદ બિન સલમાન, પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર અને તુર્કીની ગુપ્તચર સંસ્થાના વડા ઈબ્રાહિમ કલિન ઉપસ્થિત રહ્યા.
ચર્ચાના મુખ્ય મુદ્દા
સંચાલન વિશે સૂત્રો જણાવે છે કે આ ચર્ચા પાકિસ્તાનના પ્રસ્તાવ અને ઈરાનની સહમતિથી આયોજિત કરવામાં આવી હતી. ચર્ચિત મુદ્દાઓમાં મુખ્યત્વે પ્રાદેશિક સુરક્ષા, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવતી સૈન્ય કાર્યવાહીથી ઊભા થતા પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઉપરાંત, પેલેસ્ટાઇન અને લેબનાનના નાગરિકોને સહાય પહોંચાડવાની જરૂરિયાત તથા ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપવાની ચર્ચા પણ થઇ.
હાજર દેશોએ કહ્યુ કે પ્રદેશની સ્થિરતા માટે બહારની દખલગિરી વગર પરસ્પર સહયોગ અને ભાગીદારી જરૂરી છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને મુસ્લિમ દેશો વચ્ચે એકતાનું આહ્વાન કરતા કહ્યું કે આવા પ્રભાવશાળી ઈસ્લામિક દેશોનું એકઠું આવવું પ્રાદેશિક સુરક્ષા માટે મજબૂત પગલું છે.
ઇરાની વિદેશ મંત્રાલયએ પણ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષની ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પરસ્પર વિશ્વાસ અને પોતાની ક્ષમતા વિના આ વિસ્તારમાં સ્થિરતા લાવવામાં સક્ષમ બનવું મુશ્કેલ છે. વિશ્વપ્રતિક્રિયા અને અમેરિકાની ભૂમિકા આ બેઠકને લઇને વિશ્વભરમાં ચર્ચા શરૂ થઇ છે કે શું આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાઓ સામેનો નવો મોરચો છે.
સમાચારોથી જણાયું છે કે અમેરિકા ખાડીના દેશોને ઇઝરાયલ સાથે સમજૂતી કરવા માટે પ્રેરણા આપી રહ્યું છે, અને યમનમાં હૂતી વિદ્રોહીઓના હુમલાઓથી ઘેરાયેલા સાઉદી અરેબિયા તથા પરમાણુ મુદ્દે ઘેરાયેલા ઈરાન વચ્ચેનો સંવાદ પ્રદેશનું શક્તિ સંતુલન બદલવાની ક્ષમતા ધરાવે છે.