કૃષિ વિભાગમાં મોટો ફેરફાર, વર્ગ 2ના 115 ખેતી અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી, જુઓ યાદી

ગાંધીનગર: By GS Team | 19 Oct 2026 ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જાહેર હિત અને કર્મચારીઓની સ્વ-વિનંતીના આધારે કૃષિ વિભાગમાં બદલીના આદેશ કર્યા છે. વર્ગ-2ના કુલ 115 ખેતી અધિકારીઓ તથા નાયબ ખેતી નિયામકોને તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્યભરના ફરજસ્થાનો ઉપર કામ કરતા આ અધિકારીઓને અન્ય સ્થળોએ સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

બદલીની વિગત

બદલીની વિગત નોટિફિકેશન અનુસાર, વિભાગે કુલ 115 જેટલા વર્ગ-2ના ખેડૂત અધિકારીઓ અને નાયબ ખેતી નિયામકોને અન્ય જગ્યાએ બદલી કરવા આદેશ કર્યો છે. આ બદલી જાહેર હિત તથા ચોક્કસ સ્વ-વિનંતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું નોટિફિકેશનમાં જણાવાયું છે.

વિભાગનું નિવેદન કૃષિ વિભાગે જણાવ્યું છે કે આ નિર્ણયથી કૃષિ સેવામાં નવીનતા આવશે અને વહીવટી કાર્યક્ષમતા વધશે.