17 ઓક્ટોબરે સૂર્યના તુલા પ્રવેશથી દુર્લભ ત્રિગ્રહી યોગનું નિર્માણ; સિંહ, તુલા અને મકર રાશિને લાભની શક્યતા

17 ઓક્ટોબરે દુર્લભ ત્રિગ્રહી યોગનું નિર્માણ

17 ઓક્ટોબરે સૂર્ય કન્યા રાશિમાંથી બહાર આવી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં 16 નવેમ્બર સુધી બિરાજમાન રહેશે. તુલા રાશિમાં પહેલેથી જ શુક્ર અને બુધસ્થિતિ હોવાના કારણે ત્યાં લક્ષ્મી નારાયણ રાજયોગ સર્જાયેલું છે. સૂર્યના આગમનથી બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગનો દુર્લભ સંયોગ બનશે, જે દુર્લભ ત્રિગ્રહી યોગ તરીકે ઓળખાય છે.

સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે લાભ

આ દુર્લભ ત્રિગ્રહી સંયોગ સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે કારકિર્દી, વેપાર અને આર્થિક સ્થિતિમાં સુધારાના યોગ બનાવી શકે છે. સિંહ રાશિના જાતકો માટે સાહસ અને પરાક્રમમાં વધારો થઈ શકે છે, જેના કારણે આત્મવિશ્વાસ વધવાથી કારકિર્દીમાં મોટી સફળતા મળી શકે છે. તુલા રાશિના જાતકો માટે, નોકરી અને વ્યવસાયમાં પદ-પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે.

મકર રાશિના જાતકો માટે આ ગોચર કારકિર્દી સંબંધિત મામલાઓમાં પરિવર્તન લાવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં માન-સન્માન વધવા અને કાર્યક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત થવાની શક્યતા દેખાય છે. આ ત્રિગ્રહી યોગથી નાણાકીય સ્થિતિમાં સુધારો શક્ય છે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માટે છે. ‘ગુજરાત સમાચાર’ આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય કરતાં પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.