GSTમાં ફેરફારના એંધાણ
કેન્દ્રીય સરકાર GST લોંચ થયા લગભગ 9 વર્ષ પછી ટેક્સ પ્રણાળીમાં મોટા ફેરફાર પર વિચારવી રહી છે. સરકાર GST અધિકારીઓને મળેલી સીધી ધરપકડ કરવાની સત્તા સમાપ્ત કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે અને આ મુદ્દો 07 ઓક્ટોબરની GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચામાં આવશે.
જો પ્રસ્તાવ મંજૂર થાય તો GST સંબંધિત ગંભીર ગુનાઓમાં અધિકારીઓની સીધી ધરપકડની હાલની પ્રથા બદલાઈ શકે છે. હાલનું કાયદાકીય માળખું વર્તમાન GST કાયદા મુજબ ગંભીર ટેક્સ અપરાધોના મામલામાં ધરપકડ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. ખાસ કરીને નકલી બિલ બનાવવા, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેવી અને જાણબૂઝીને કરાતી ટેક્સ ચોરી જેવા કિસ્સાઓમાં કાર્યવાહી થાય છે.
સોર્સ અનુસાર CGST એક્ટની કલમ 69 હેઠળ કમિશનરને ધરપકડની મંજૂરી આપવા સત્તા છે. 2022માં સરકારે ધરપકડ અને જામીન અંગે માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર કાયદામાં સત્તા હોવાનું કારણ પૂરતું નથી; કેસની ગંભીરતા અને વ્યક્તિની ભૂમિકા પણ જોવી જરૂરી છે.
બદલાવ પાછળનું કારણ અને ચર્ચા માહિતી પ્રમાણે આ પ્રસ્તાવ પાછળ મોટું કારણ ટેક્સ અધિકારીઓના અધિકારોના દુરુપયોગની ફરિયાદો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે છેલ્લા 8-9 મહિનાથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
ઉદ્યોગ જગત અને કંપનીઓ દ્વારા GST તપાસ દરમિયાન અધિકારીઓની ધરપકડની સત્તા વિશે ચિંતાઓ ઉઠવામાં આવી હતી, અને ખાસ કરીને કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ધરપકડને લઈને પ્રશ્નો આવ્યા હતા. સરકારી આંકડા મુજબ વર્ષ 2021-22થી 2024-25 સુધીના સમયગાળા—જે ચાર વર્ષની અવધિમાં—GST અપરાધના 72,393 કેસ નોંધાયા છે અને કેન્દ્રિય GST અધિકારીઓ દ્વારા 887 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધવાનો મુદ્દો એ છે કે આ આંકડામાં રાજ્ય GST અધિકારીઓ દ્વારા થતી ધરપકડનો સમાવેશ નથી.
પ્રસ્તાવિત પ્રક્રિયા અને આગળનું પગલું પ્રસ્તાવિત ફેરફાર મુજબ ગંભીર કૌભાંડો અને જાણબૂઝીને કરવામાં આવતા ગુનાઓ પ્રત્યે કડક પગલાં ચાલુ રહેશે, પરંતુ એ સ્થિતિમાં GST અધિકારીઓ પોતે સીધી ધરપકડ નહીં કરે. આવા મામલાઓમાં ફોજદારી કાયદો અથવા ભારતીય દંડસંહિતા હેઠળ કાનૂની માર્ગ અપનાવવાની સંભાવના છે.
હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે; અંતિમ નિર્ણય GST કાઉન્સિલની 07 ઓક્ટોબરની બેઠક અને પછીની સંસદીય પ્રક્રિયા પછી જ સ્પષ્ટ થશે.