બાવળા ચોકડી પાસે ₹4.35 કરોડના ‘એમ્બરગ્રીસ’ સાથે 2ની ધરપકડ

બાવળા ચોકડીમાં એમ્બરગ્રીસ ધરપકડ

ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાવળા ચોકડી નજીક આવેલા આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્સના પાર્કિંગ ખાતે દરોડો પાડી 4.354 કિલોગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) ઝડપી પાડી છે. પોલીસે આ પદાર્થની કિંમત ₹4.35 કરોડ અંકાવી છે અને ઘટનામાં અજય અશોકભાઇ ચાવડા અને હિતેશ દશરથભાઈ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી પાડયા છે.

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ બાવળા પોલીસ હાથ ધરી છે. ઘટનાની વિગત મળતી જાણકારી મુજબ SMCની ટીમને પ્રાપ્ત આવતી બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાવળા ચોકડી પાસે આવેલા આકૃતિ આર્કેડના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.

ત્યાંથી જુદા-જુદા આકાર અને સાઈઝના એમ્બરગ્રીસના ટુકડાઓ મળી આવ્યા અને બંને આરોપીઓને અટકાવવામાં આવ્યા હતા. પોલીસને ઝડપાયેલા આરોપીઓમાં અજય અશોકભાઇ ચાવડા (રહે. તારાપુર, જી. આણંદ) અને હિતેશ દશરથભાઈ ચૌહાણ (રહે. ભેટાવાડા, ધોળકા, અમદાવાદ) શામેલ છે.

જપ્ત સામાનની તપાસ અને મૂલ્ય ઘટનાસ્થળેથી જપ્ત કરાયેલા નમૂનાઓની પરીક્ષા માટે વન વિભાગ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમોને બોલાવવામાં આવી હતી. પોલીસે જપ્ત કરેલા 4.354 કિલોગ્રામ એમ્બરગ્રીસની કિંમત ₹4.35 કરોડ ગણાવી છે, જ્યારે અન્ય સામગ્રી સહિત કુલ ₹4.38 કરોડના મુદ્દામાલ પણ જપ્ત થયા હોવાનું નોંધાયું છે.

અરોપીઓના ખુલાસા અને આગળની તપાસ પ્રાથમિક પૂછપરછ દરમિયાન અજયે જણાવ્યુ કે તારાપુરના મેહુલ મનીષભાઇ ડાભીએ તેને એમ્બરગ્રીસનું વેચાણ સેટિંગ કરવા માટે બાવળા બોલાવ્યાં હતાં. અજયના જણાવ્યા અનુસાર તે કિશનભાઈ ટીકમભાઈ ગોહેલ અને એક અન્ય વ્યક્તિ સાથે ગોવાળિયા હોટલ ખાતે ગયો હતો.

હિતેશ ખંભાત વિસ્તારમાંથી એમ્બરગ્રીસ લાવી આકૃતિ આર્કેડના પાર્કિંગમાં ગ્રાહકને બતાવી વેચવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે SMCની ટીમે તેમને ઝડપી લીધા હતા. SMCએ બંને શખ્સોને અટકાવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કાર્યવાહી બાવળા પોલીસને સોંપી દીધી છે.

બાવળા પોલીસ ગેરકાયદે સપ્લાય ચેઇન, એડિટ્ર એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યો તે અને તેની ખરીદદાર કોણ હતો તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.