પોસ્ટકાર્ડે 157 વર્ષની ઐતિહાસિક સફર પૂર્ણ કરી

પોસ્ટકાર્ડની ઐતિહાસિક સફર

આધુનિક યુગમાં પણ લાગણીઓને જોડતાં પોસ્ટકાર્ડની વૈશ્વિક સફરને 1 ઑક્ટોબર 2026ના રોજ 157 વર્ષ પૂર્ણ થયા. વિશ્વનું પહેલું પોસ્ટકાર્ડ 1 ઑક્ટોબર 1869ના રોજ ઓસ્ટ્રિયામાં જારી કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ માધ્યમ વિવિધ પ્રસંગો અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે.

ભારતમાં પોસ્ટકાર્ડની શરૂઆત વર્ષ 1879માં થઈ હતી અને તે સમયથી આ માધ્યમ લોકપ્રિય બન્યું છે. ઓસ્ટ્રિયાથી શરૂ થયેલી પહેલ પોસ્ટકાર્ડનો વિચાર સૌપ્રથમ ઓસ્ટ્રિયાના પ્રતિનિધિ કોલ્બેનસ્ટાઇનરના મનમાં આવ્યો અને તેમણે આ વિચાર વિયેનર નોયસ્ટાડ્ટની મિલિટરી એકેડેમીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉ. એમેન્યુઅલ હર્મનને રજૂ કર્યું.

પ્રોફેસર હર્મને 26 જાન્યુઆરી 1869ના રોજ અખબારમાં આ અંગે લેખ લખ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રિયાનું પોસ્ટ મંત્રાલયે અમલ કરતાં 1 ઑક્ટોબર 1869ના રોજ પ્રથમ પોસ્ટકાર્ડ બહાર પાડ્યું. પ્રથમ કાર્ડનું રંગ, કદ અને ડિઝાઇન વિશ્વનું પહેલું પોસ્ટકાર્ડ પીળા રંગનું હતું અને તેનું કદ 122 મિલીમીટર લાંબું અને 85 મિલીમીટર પહોળું હતું.

કાર્ડની એક બાજુ સરનામું લખવાની જગ્યા અને બીજી બાજુ સંદેશ લખવા માટે ખાલી જગ્યા રાખવામાં આવી હતી. ભારતમાં પોસ્ટકાર્ડની શરૂઆતમાં હળવા ભૂરા રંગમાં છપાયેલા આ પહેલાના પોસ્ટકાર્ડ પર ‘ઇસ્ટ ઇન્ડિયા પોસ્ટકાર્ડ’ લખેલું હતું અને તેની કિંમત 3 પૈસા રાખવામાં આવી હતી.

કાર્ડની મધ્યમાં ગ્રેટ બ્રિટનનું રાજચિહ્ન અને ઉપરની જમણી બાજુએ લાલ‑ભૂરા રંગમાં રાણી વિક્ટોરિયાનું મૂર્તિચિત્ર છપાયેલું હતું. લોકપ્રિયતા અને વેચાણ પોસ્ટકાર્ડ એટલા પસંદ કરવામાં આવતાં હતા કે શરૂઆતના માત્ર ત્રણ ત્રિમાસિક ગાળામાં જ આશરે 7.5 લાખ રૂપિયાના પોસ્ટકાર્ડ વેચાઈ ગયા હતા.

પોસ્ટકાર્ડ શ્રેણીઓનું એકીકરણ પોસ્ટ ઓફિસોમાં પૂર્વે ચાર અલગ શ્રેણીના પોસ્ટકાર્ડ ઉપલબ્ધ હતા. દરેક પ્રકાર અને તેની કિંમત નીચે મુજબ હતી: મેઘદૂત પોસ્ટકાર્ડ: 25 પૈસા, સામાન્ય પોસ્ટકાર્ડ: 50 પૈસા, મુદ્રિત પોસ્ટકાર્ડ: 6 રૂપિયા, સ્પર્ધાત્મક પોસ્ટકાર્ડ: 10 રૂપિયા. આ તમામ પ્રકારોને 20 ડિસેમ્બર 2024થી એકીકૃત કરીને એક જ “પોસ્ટકાર્ડ” શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા.

વાઉત્સ અને ગિનિસ રેકોર્ડ ઓક્ટોબર 2025માં ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ તથા ટપાલ વિભાગના સંયુક્ત ઉપક્રમ તરીકે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ‘ધન્યવાદ પોસ્ટકાર્ડ અભિયાન’ દરમિયાન નાગરિકોએ વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરતાં 1.11 કરોડ કરતાં વધુ પોસ્ટકાર્ડ લખ્યાં. આ પ્રયત્નને કારણે તે રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકર્ડ તરીકે નોંધાયો.