સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આજે 138.61 મીટર સુધી પહોંચી ગઇ છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર હોવાથી હવે સંપૂર્ણ ભરાવા માટે માત્ર 7 સેન્ટિમીટર બાકી રહેલ છે. હાલ ડેમ 99.50 ટકા ભરાઈ ગયો છે અને બપોરે ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા જણાઈ રહી છે.
હાલ ડેમમાં 5,737.46 એમસીએમ જળસંગ્રહ છે. હાલની આવક અને છોડાણ ઉપરવાસમાંથી ડેમમાં સતત પાણીની આવક થતા હાલ દર રોજનાં 43,659 ક્યુસેક પાણી આવી રહ્યું છે. પાણીની આવકને ધ્યાનમાં રાખીને ડેમમાંથી હાલમાં 11,564 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.
વીજ ઉત્પાદન કેનેલ હેડ પાવરહાઉસની 3 ટર્બાઇન દ્વારા હાલ વીજ ઉત્પાદન ચાલુ છે. જ્યારે રિવર બેḍ પાવરહાઉસની તમામ ટર્બાઇન બંધ છે. રાજ્ય માટેનું મહત્વ નર્મદા ડેમ રાજ્ય માટે પીવાનું પાણી, સિંચાઈ અને વીજ ઉત્પાદનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ડેમમાં જળસંગ્રહ વધતા રાજ્યના વિવિધ વિસ્તારો માટે પાણીની ઉપલબ્ધતામાં રાહતની સ્થિતિ સર્જાઇ છે.