વડોદરા રેલવે સ્ટેશન પર ભીડ, ગંદકી અને સુરક્ષા મુદ્દે મુસાફરોની રજૂઆત

વડોદરા રેલવે સ્ટેશન પર ભીડ અને ગંદકી

ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં ડીઆરએમના માર્ગદર્શન હેઠળ 21 સ્થળોએ ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો. વડોદરા રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં મુસાફરો, વિવિધ સમિતિઓ અને જાગૃત નાગરિકો આવ્યા અને સ્ટેશન-ટ્રેનમાં ઊભી રહેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરી.

પ્રધાન રજૂઆતો ટ્રેઇનમાં પર્સ, મોબાઇલ અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓ અંગે પગલાં લેવા અને ફરિયાદ નોંધાવનાર મુસાફરોને તપાસની પ્રગતિ અંગે સતત જાણકારી આપવાની માંગણી કરી. ટ્રેન અને સ્ટેશન પર ભિક્ષુકો અને કિન્નરો દ્વારા થયેલા ત્રાસ સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી. લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવાની રજૂઆત કરવામાં આવી.

ટ્રેનોમાં એમએસટી અને મહિલાઓ માટે અલગ કોચની વ્યવસ્થા કરવાની વિનંતી કરવામાં આવી. મુસાફરોની સુવિધા માટે ટ્રેનોના સમયમાં અનુકૂળ ફેરફાર કરવા અને નવા ટ્રેનો શરૂ કરવા બાબતમાં માંગણીઓ કરવામાં આવી. સ્પેશ્યલ ટ્રેનો માટે મુસાફરોને અગાઉથી ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવવી જોઈએ તે સૂચન કરવામાં આવ્યું.

સ્વચ્છતા અને પ્લેટફોર્મ સંબંધિત મુદ્દા વડોદરા સિવાયના નાના સ્ટેશનો પર સ્વચ્છતાની અને શૌચાલયની સુવિધાનો અભાવ હોવાના મામલાઓ પણ રજૂ કરાયા. પ્લેટફોર્મ નંબર-6 પર ગંદકી અંગે મુસાફરોની રજૂઆત થતાં ડીઆરએમએ પ્લેટફોર્મનું નવીનીકરણ કરાશે તેવી ખાતરી આપી. નોંધનીય છે કે નવીનીકરણ પછી પણ તે પ્લેટફોર્મ પર ગંદકી નહીં રહે તેની ખાતરી રેલવે તંત્ર દ્વારા આપવામાં આવવી જોઇએ, એવું મુસાફરોનો જોરદાર ઉલ્લેખ હતો.

અન્ય સૂચનો સ્ટેશનના પ્રવેશદ્વાર પર સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની માંગ કરવામાં આવી. દરેક પ્લેટફોર્મ પર લિફ્ટની વ્યવસ્થા કરવાની વિનંતી કરવામાં આવી. વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અને સમયસૂચીમાં મુસાફરોની અનુકૂળતા માટે ફેરફાર કરવાની માંગ કરવામાં આવી. એકતાનગરથી રિટર્ન માટે સાંજે ૬.૨૦ વાગ્યે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી. અલકાપુરી તરફના ટિકિટ કાઉન્ટર પાસે પૂછપરછ કેન્દ્ર શરૂ કરવાની વિનંતી કરવામાં આવી.