વડોદરા કોર્પોરેશનના બજેટની તૈયારી: 5 વર્ષથી શરૂ ન થયેલા કામો બજેટમાંથી દૂર કરવા નિર્દેશ

વડોદરા કોર્પોરેશનના બજેટની તૈયારી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2026-27ના સુધારેલા અંદાજપત્ર અને વર્ષ 2027-28ના ડ્રાફ્ટ બજેટની તૈયારીઓ શરૂ કરી છે. હિસાબી શાખાએ તમામ વિભાગોને આવક-ખર્ચના આંકડા અને નવા વિકાસકામોની વિગત સમયસીમામાં રજૂ કરવા પરિપત્ર દ્વારા સૂચવ્યું છે.

ખાસ કરીને મંજૂરી વિના થતા કામો અને ખર્ચને બજેટમાં સામેલ નહીં કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બજેટ તૈયારી માટેનો પરિપત્ર હિસાબી શાખાએ તમામ વિભાગોને વર્ષ 2026-27 માટે સુધારેલો અંદાજ અને વર્ષ 2027-28 માટેનો ડ્રાફ્ટ અંદાજ સમયમર્યાદામાં રજૂ કરવા કહ્યુ છે.

પરિપત્ર અનુસાર, વિભાગોએ આવક-ખર્ચના આંકડા, નવા વિકાસકામોની યાદી અને સંબંધિત વિગતો સાથે હિસાબી શાખામાં રજૂઆત કરવી રહેશે. 5 વર્ષથી શરૂ ન થયેલા કામો અંગે નિર્દેશ મ્યુનિસિપલ કમિશનર અરુન બાબુની સૂચનાથી ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી દ્વારા તમામ વિભાગોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષથી શરૂ ન થયેલા અથવા આગળ શરૂ થવાની શક્યતા ન હોય એવા પ્રોજેક્ટોની સમીક્ષા કરી જરૂરી જણાય તો તેને બજેટમાંથી દૂર કરવામાં આવશે.

પરિપત્રમાં એવી જ સૂચના પણ છે કે પૂર્ણ થવાની શક્યતા ન હોય તેવા કામોને કારણ વગર આગામી વર્ષોમાં ચાલુ રાખી બજેટ પર ભાર ન વધારવામાં આવે. આવક-ખર્ચના અંદાજ અંગે માર્ગદર્શન વિધિઓને વર્ષ 2026-27ના મંજૂર બજેટ સામે એપ્રિલથી નવેમ્બર સુધીની વાસ્તવિક આવક અને ડિસેમ્બરથી માર્ચ સુધીની સંભવિત આવકના આધારે સુધારેલો અંદાજ તૈયાર કરવાની ઉપરોક્ત સૂચના આપવામાં આવી છે.

વર્ષ 2027-28 માટે આવકનો ડ્રાફ્ટ અંદાજ પણ રજૂ કરવો ફરજિયાત છે. પરિપત્રમાં આવકના પ્રાથમિક માધ્યમ તરીકે સામાન્ય કર, પાણી કર, અન્ય કર અને વાહનવેરા સહિતની વિગતો અને ખર્ચના આંકડા રજૂ કરવા કહેવામાં આવ્યા છે.

ચાલતા અને નવા કામોની ચકાસણી કમિશનરની બજેટ સ્પીચ, પ્રેઝન્ટેશન અને હાલ ચાલી રહેલા કામોની સમીક્ષા કરીને નવી કામગીરીની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશનની હદમાં વિકાસ માટે જરૂરી એવા નવા કામોની ઓળખ અને તેમના માટેની બજેટ જોગવાઇની જવાબદારી પણ દરેક વિભાગ પર મુકવામાં આવી છે.

બધી જરૂરી માહિતી હિસાબી શાખામાં સમયસર સબમિટ કરવાની રહેશે. એસ્ટાબ્લિશમેન્ટ શિડ્યૂલ (મહેકમ પત્રક) અંગે સૂચનાઓ વર્ષ 2027-28ના ડ્રાફ્ટ બજેટની તૈયારીના ભાગરૂપે એસ્ટાબ્લિશમેન્ટ શિડ્યૂલ (મહેકમ પત્રક) તૈયાર કરવા તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે જેથી અગાઉની ભૂલોનું પુનરાવર્તન ન થાય.

આ શિડ્યૂલમાં કાયમી, હંગામી તેમજ ગ્રાન્ટમાંથી પગાર મેળવનારા કર્મચારીઓનો જ સમાવેશ કરવાનો રહેશે. જો અગાઉના બજેટમાં જગ્યા મંજૂર દર્શાવી હોવા છતાં વાસ્તવિક મંજૂરી નથી મળી હોતી તો તે જગ્યાઓનો સમાવેશ નહીં કરવાનો છે. જો જગ્યા એક શિડ્યૂલમાંથી બીજા શિડ્યૂલમાં તબદીલ થઈ ગઈ હોય તો જૂના શિડ્યૂલમાંથી એટલી જગ્યા રદ કરવાની રહેશે અને ખાલી જગ્યાઓની અલગ યાદી રજૂ કરવી પડશે.

વધુમાં, મેડિકલ એલાઉન્સ લેતા કર્મચારીઓની સંખ્યા દર્શાવવા અને નવા વિસ્તારો માટે જરૂરી મહેકમ તથા તેના પગાર ખર્ચની જોગવાઇ બજેટમાં સમાવિષ્ટ કરવા સૂચના આપી છે. તમામ વિભાગોએ જરૂરી વિગતો પૂર્ણપણે તૈયાર કરી હિસાબી શાખામાં સબમિટ કરવી રહેશે.